RBIએ બદલી નાખ્યા લોનનાં નિયમ, આ લોકોને થશે મોટો ફાયદો

અગર તમે સ્ટાર્ટઅપ માટે કોઈ લોન લેવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે એક રાહતનાં સમાચારની વાત છે. ભારતીય રિઝર્વ બેંકે પ્રાયોરીટી સેક્ટર લેન્ડિંગ(PSL) સાથે જોડાયેલા સંશોધિત દિશા નિર્દેશ જારી કર્યા છે.   રિઝર્વ બેંકનાં નવા નિયમોનો ફાયદો નાના ખેડુતોને પણ મળવાનું છે. રિઝર્વ બેંકનાં નિયમો મુજબ 50 કરોડ રૂપિયા સુધીનાં સ્ટાર્ટ અપ, ખેડુતોને સોલર […]

RBIએ બદલી નાખ્યા લોનનાં નિયમ, આ લોકોને થશે મોટો ફાયદો
https://tv9gujarati.in/rbi-e-badli-nakh…ashe-moto-faaydo/ ‎
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:36 PM

અગર તમે સ્ટાર્ટઅપ માટે કોઈ લોન લેવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે એક રાહતનાં સમાચારની વાત છે. ભારતીય રિઝર્વ બેંકે પ્રાયોરીટી સેક્ટર લેન્ડિંગ(PSL) સાથે જોડાયેલા સંશોધિત દિશા નિર્દેશ જારી કર્યા છે.

 

રિઝર્વ બેંકનાં નવા નિયમોનો ફાયદો નાના ખેડુતોને પણ મળવાનું છે. રિઝર્વ બેંકનાં નિયમો મુજબ 50 કરોડ રૂપિયા સુધીનાં સ્ટાર્ટ અપ, ખેડુતોને સોલર પ્લાન્ટ લગાડવા અને કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ માટે પ્રાયોરીટી સેક્ટર મુજબ લોન મળી શકશે.

RBIનાં જણાવ્યા અનુસાર નવા દિશા નિર્દેશોમાં પ્રાયોરીટી સેક્ટર હેઠળ લોન આપવામાં વિસ્તારીય અસમાનતાને દુર કરવાની કોશિશ કરવામાં આવી છે.

આ સાથે જ આ જિલ્લાઓમાં પ્રાયોરીટી સેક્ટર હેઠળ આપવામાં આવનારા લોન કે દેવાનું પ્રમાણે અપેક્ષા કરતા ઓછું છે જેને લઈને તેમનાં પર વધારે ભાર મુકવામાં આવ્યો છે.

RBI મુજબ આ પહેલ નવીનિકરણીય ઉર્જા અને આરોગ્ય માળખાગત ક્ષેત્રમાં ધિરાણ પ્રવાહમાં વધારો કરશે, આ બંને ક્ષેત્રમાં લોનની મર્યાદા બમણી કરી નાખવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:07 pm, Fri, 4 September 20