RBI Credit Pocily: તમારી લોન પર શું થશે અસર, શુક્રવારે આરબીઆઈ લેશે નિર્ણય

|

Aug 04, 2021 | 10:31 PM

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી (MPC) જે મુખ્ય નીતિ દર નક્કી કરે છે. દ્વિ-માસિક નાણાંકીય નીતિ સમીક્ષાને આખરી ઓપ આપવા બુધવારે તેની ત્રણ દિવસની બેઠક શરૂ કરી છે.

RBI Credit Pocily: તમારી લોન પર શું થશે અસર, શુક્રવારે આરબીઆઈ લેશે નિર્ણય
RBI has started meeting

Follow us on

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC) જે મુખ્ય નીતિ દર નક્કી કરે છે. દ્વિ-માસિક નાણાંકીય નીતિ સમીક્ષાને આખરી ઓપ આપવા બુધવારે તેની ત્રણ દિવસની બેઠક શરૂ કરી છે. નિષ્ણાતો માને છે કે, ફુગાવાના દબાણ વચ્ચે સેન્ટ્રલ બેન્ક વ્યાજ દરો પર યથાવત સ્થિતિ પસંદ કરી શકે છે.

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ શુક્રવારે મોનેટરી પોલિસી કમિટીની દરખાસ્તો જાહેર કરશે. આરબીઆઈના ગવર્નરની અધ્યક્ષતામાં છ સભ્યોની એમપીસીમાં ત્રણ બાહ્ય સભ્યોનો પણ સમાવેશ થાય છે. નિષ્ણાતો માને છે કે, નાણાકીય નીતિના મોરચે કોઈ મોટો નિર્ણય લેતા પહેલા આરબીઆઈ થોડી વધુ રાહ જોશે. કારણ કે કેન્દ્રીય બેંકનું ધ્યાન ફુગાવાને સંચાલિત કરવા તેમજ આર્થિક વિકાસને વેગ આપવા પર છે.

જૂનમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો નથી

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કેન્દ્રીય બેંકે જૂન મહિનાની નીતિ બેઠકમાં મુખ્ય વ્યાજ દર 4 ટકા પર યથાવત રાખ્યો હતો. આ સતત છઠ્ઠી વખત હતું જ્યારે MPCએ વ્યાજ દર પર યથાસ્થિતિ જાળવી રાખી હતી. બ્રિકવર્ક રેટિંગ્સના મુખ્ય આર્થિક સલાહકાર એમ ગોવિંદા રાવે જણાવ્યું હતું કે, એમપીસીએ મે 2020થી મુખ્ય નીતિ દર યથાવત રાખ્યા છે. તેમણે ઉમેર્યું, અમે અપેક્ષા રાખીએ છીએ કે આરબીઆઈ એમપીસી રેપો રેટ 4 ટકા રાખીને તાજેતરના પુનરુત્થાનને ટેકો આપવાનું ચાલુ રાખશે.

વ્યાજદરમાં વધારો થવાની ધારણા છે

સાથે જ તેમણે અમે પણ જણાવ્યું કે, એ પણ આશા રાખીએ છીએ કે કેન્દ્રીય બેંક ચેતવણી આપશે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. હાઉસિંગ ડોટ કોમ, Makaan.com અને PropTiger.comના ગ્રુપ સીએફઓ વિકાસ વાધવાને જણાવ્યું હતું કે, અમે આરબીઆઈ તેની નાણાકીય નીતિમાં યથાવત્ સ્થિતિ જાળવી રાખવાની અપેક્ષા રાખીએ છીએ.

આ પણ વાંચો: WhatsApp New Feature : એક વાર જોયા પછી ડિલીટ થઇ જશે મેસેજ, View Once ફિચર થયુ લોન્ચ

આ પણ વાંચો: valsad: વાપીમાંથી NCB એ મેફેડ્રિંન ડ્રગ્સનો 4.5 કિલોના જથ્થા સાથે 2 જણાને ઝડપ્યા, ડ્રગ્સની સાથે 85 લાખની રોકડ પણ જપ્ત કરી

Published On - 9:42 pm, Wed, 4 August 21

Next Article