RBI એ Master Card ના નવા Debit અને Credit Card જારી કરવા પર પ્રતિબંધ લગાવ્યો , જાણો શું છે કારણ? હાલના ગ્રાહકો પર શું પડશે અસર?

|

Jul 15, 2021 | 8:18 AM

કેન્દ્રીય બેંકે કહ્યું છે કે કાર્યવાહીના ભાગ રૂપે માસ્ટરકાર્ડ એશિયા  પેસિફિક પીટીઈ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 22 જુલાઈ 2021 થી તેના કાર્ડ નેટવર્કમાં નવા ઘરેલુ ગ્રાહકો (ડેબિટ, ક્રેડિટ અથવા પ્રીપેઇડ) ઉમેરી શકશે નહીં.

RBI એ Master Card ના  નવા Debit અને Credit Card જારી કરવા પર  પ્રતિબંધ લગાવ્યો , જાણો શું છે કારણ? હાલના ગ્રાહકો પર શું પડશે અસર?
Master Card

Follow us on

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ Master Card ઉપર કડક કાર્યવાહીનો કોરડો વિંઝયો છે. ​​એક મહત્વપૂર્ણ નિર્ણયમાં RBI કહ્યું છે કે તેણે માસ્ટરકાર્ડ પર અનુપાલન ન કરવાની બાબતને ટાંકીને કાર્યવાહી કરવામાં આવી છે. RBIએ જણાવ્યું હતું કે પૂરતો સમય આપવામાં આવ્યો હોવા છતાં પેમેન્ટ સિસ્ટમ ડેટા સ્ટોરેજ કરવા અંગેની સૂચનાનું પાલન કરવામાં આવ્યું ન હતું.

કેન્દ્રીય બેંકે કહ્યું છે કે કાર્યવાહીના ભાગ રૂપે માસ્ટરકાર્ડ એશિયા  પેસિફિક પીટીઈ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 22 જુલાઈ 2021 થી તેના કાર્ડ નેટવર્કમાં નવા ઘરેલુ ગ્રાહકો (ડેબિટ, ક્રેડિટ અથવા પ્રીપેઇડ) ઉમેરી શકશે નહીં.

RBI અનુસાર આ આદેશથી માસ્ટરકાર્ડના હાલના ગ્રાહકોને અસર નહીં થાય. માસ્ટરકાર્ડ આ સૂચનાઓનું પાલન કરવા માટે તમામ કાર્ડ જારી કરતી બેંકો અને નોન-બેન્કોને સલાહ આપશે. આરબીઆઈએ જણાવ્યું હતું કે પેમેન્ટ સિસ્ટમ્સ અધિનિયમ, 2007 ની કલમ 17 હેઠળ આરબીઆઈને અપાયેલી સત્તા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

માસ્ટરકાર્ડ એ એક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર છે જે દેશમાં કાર્ડ નેટવર્ક સંચાલન માટે અધિકૃત છે. 6 એપ્રિલ 2018 ના રોજ પેમેન્ટ સિસ્ટમ ડેટા સ્ટોરેજ અંગેના RBIના પરિપત્ર મુજબ, તમામ સિસ્ટમ પ્રદાતાઓને સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે છ મહિનાના સમયગાળા દરમિયાન તેમના દ્વારા સંચાલિત પેમેન્ટ સિસ્ટમ સંબંધિત ભારતમાં એક જ સિસ્ટમ હશે.

આ વર્ષે એપ્રિલમાં આરબીઆઇએ અમેરિકન એક્સપ્રેસ બેંકિંગ કોર્પ અને ડાઇનર્સ ક્લબ ઇન્ટરનેશનલ લિમિટેડને પેમેન્ટ સિસ્ટમ ડેટાના સ્ટોરેજના પાલન ન કરવાના સંદર્ભમાં 1 મે 2021 થી નવા સ્થાનિક ગ્રાહકોને તેમના કાર્ડ નેટવર્કમાં ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ હુકમની હાલના ગ્રાહકો પર કોઈ અસર પડશે નહીં.

ઉલ્લેખનીય છે કે અમેરિકન એક્સપ્રેસ બેન્કિંગ કોર્પોરેશન અને ડાઇનર્સ ક્લબ ઇન્ટરનેશનલ લિમિટેડ એ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007 હેઠળ દેશમાં કાર્ડ નેટવર્ક ચલાવવા માટે અધિકૃત પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સ છે. 6 એપ્રિલ 2018 ના રોજ, આરબીઆઈએ કહ્યું કે તેના ધ્યાન ઉપર આવ્યું છે કે  સિસ્ટમ પ્રદાતાઓ ભારતમાં પેમેન્ટ ડેટા સ્ટોર કરતા નથી. તાજેતરના સમયમાં દેશમાં પેમેન્ટ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર વિકાસ થયો છે.

Next Article