રેશનકાર્ડ (Ration Card) દ્વારા જ સરકાર તેમના રાજ્યમાં રહેતા ગરીબ પરિવારોને રાશન પૂરું પાડે છે. ગરીબ વ્યક્તિને રેશનકાર્ડ દ્વારા જ રાશન આપવામાં આવે છે. જો કે ઘણી વખત એવું પણ બને છે કે આપણને રેશનકાર્ડ અપડેટ કરવામાં કે તેની ડુપ્લિકેટ કોપી મેળવવામાં અથવા નવા રેશનકાર્ડ માટે કેવી રીતે અરજી કરવી તે અંગે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં જાણો કે આજે સરકાર તેના ડિજિટલ ઈન્ડિયા અભિયાન હેઠળ આ સમસ્યાનો કઈ રીતે ઉકેલ આપી રહી છે.
હવે તમે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ની મુલાકાત લઈને રેશન કાર્ડ સંબંધિત સેવાઓ એક્સેસ કરી શકો છો. ડિજિટલ ઇન્ડિયાએ એક ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે.
.@CSCegov_, under the @GoI_MeitY has signed a MoU with the @fooddeptgoi to enable ration card services through 3.70 Lakh CSCs across the country. The partnership is expected to benefit over 23.64 crore ration card holders across the country. pic.twitter.com/OIbutQClC3
— Digital India (@_DigitalIndia) September 16, 2021
જાણો શું કહ્યું ડિજિટલ ઇન્ડિયાએ?
ડિજિટલ ઇન્ડિયાએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે, ‘કોમન સર્વિસ સેન્ટર સુવિધાએ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે, દેશભરમાં 3.70 લાખ CSC મારફતે રેશનકાર્ડ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ભાગીદારીથી સમગ્ર દેશમાં 23.64 કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોને ફાયદો થવાની આશા છે.
જાણો કઈ સેવાઓ ઉપલબ્ધ થશે
1. રાશન કાર્ડની વિગતો કોમન સર્વિસ સેન્ટર દ્વારા અપડેટ કરી શકાય છે.
2. આધાર સીડીંગ પણ કરી શકાય છે.
3. તમે તમારા રેશનકાર્ડની ડુપ્લિકેટ પ્રિન્ટ પણ મેળવી શકો છો.
4. તમે રાશનની ઉપલબ્ધતા વિશે પણ જાણી શકો છો.
5. તમે કોમન સર્વિસ સેન્ટર દ્વારા રેશનકાર્ડ સંબંધિત ફરિયાદો પણ કરી શકો છો.
6. જો રેશનકાર્ડ ખોવાઈ જાય તો નવા રેશનકાર્ડ માટે અરજી પણ કરી શકાય છે.
આ લોકો રેશનકાર્ડ માટે અરજી કરી શકે છે
દેશના દરેક નાગરિક જેની પાસે ભારતીય નાગરિકતા છે તે રેશનકાર્ડ માટે અરજી કરી શકે છે. માતાપિતાના રેશનકાર્ડમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું નામ ઉમેરવામાં આવે છે. બીજી બાજુ જો તમારી ઉંમર 18 વર્ષથી વધુ છે તો તમે અલગ રેશન કાર્ડ માટે અરજી કરી શકો છો.
આવકના આધારે રેશનકાર્ડ બનાવવામાં આવે છે
સામાન્ય રીતે ત્રણ પ્રકારના રેશનકાર્ડ બનાવવામાં આવે છે. ગરીબી રેખાથી ઉપર રહેતા લોકો માટે APL, ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે BPL અને સૌથી ગરીબ પરિવારો માટે અંત્યોદય કાર્ડ બને છે. આ કેટેગરીની વ્યક્તિની વાર્ષિક આવકના આધારે નક્કી કરવામાં આવે છે. આ સિવાય અલગ અલગ રેશનકાર્ડ પર સસ્તા દરે ઉપલબ્ધ વસ્તુઓ અને તેમનો જથ્થો અલગ અલગ રહે છે. ગરીબી રેખા નીચે અથવા અંત્યોદય યોજનાનું રેશનકાર્ડ મેળવવા માટે તમારે કેટલાક દસ્તાવેજો રજૂ કરવા પડશે.
આ પણ વાંચો : Multibagger Stock: આ શેરે 10 વર્ષમાં 1 લાખ રૂપિયાના બનાવ્યા 10 કરોડ, શું છે તમારી પાસે છે?
આ પણ વાંચો :Sansera Engineering IPO Allotment : આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ અને ક્યારે થશે લિસ્ટિંગ ?
Published On - 8:45 am, Sun, 19 September 21