
લક્ઝરી કારનું કલેક્શન : રતન ટાટાના કાર કલેક્શનની વાત કરીએ તો તેમને લક્ઝરી કારણો ખૂબ શોખ છે. ટાટા પાસે જગુઆર, મર્સિડીઝ એસએલ 500, ફરારી કેલિફોર્નિયા અને લેન્ડ રોવર ફ્રીલેન્ડર જેવી ઘણી વૈભવી અને મોંઘી કાર છે.

રતન ટાટા ફાઇટર જેટ પાયલોટ છે : રતન ટાટાને જેટલો કાર સાથે લગાવ છે તેટલો જ તે ફાઇટર જેટ્સ સાથે પ્રેમ છે. ટાટા પાસે પાયલોટનું લાયસન્સ છે તેથી જ તેઓ ભારતીય વાયુસેનાનું A-16 ફાઇટર જેટ ઉડાવી ચુક્યા છે.

શ્વાનને બનાવ્યા પરિવારના સદસ્ય :રતન ટાટાને શ્વાન ખુબ પસંદ છે. તેમની પાસે બે જર્મન શેફર્ડ જાતિના શ્વાન છે અને તે તેમના નવરાશના સમયમાં તેમની સાથે રમે છે.

જાણો રતન ટાટાના વૈભવી બંગલા વિશે : રતન ટાટા દરેક સુવિધાઓથી સજ્જ આલીશાન બંગલામાં રહે છે જે મુંબઈના કોલાબામાં દરિયા કિનારે બનેલ છે. આ ત્રણ માળનો બંગલો 13 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. બંગલાના પહેલા ભાગમાં પાર્ટી માટે સન ડેક અને લિવિંગ સ્પેસ છે જ્યારે બાકીના હિસ્સામાં જિમ, પુસ્તકાલય, સ્વિમિંગ પૂલ, લાઉન્જ, સ્ટડી રૂમ છે.

કેટલી સંપત્તિના મલિક છે? : જો આપણે રતન ટાટાની સંપત્તિની વાત કરીએ તો સેલિબ્રિટી નેટ વર્થ.કોમ અનુસાર તેમની નેટવર્થ એક અબજ ડોલરની આસપાસ છે.

ટાટા ગ્રુપે એર ઇન્ડિયાને ખરીદ્યું : ટાટા ગ્રુપે એર ઇન્ડિયાને 18 હજાર કરોડમાં ખરીદ્યું છે. આ એરલાઈન 68 વર્ષ પછી ઘરે પરત આવી છે. જલદી ટાટા ડૂબતી એરલાઇનના માલિક બનશે
Published On - 9:48 am, Sun, 10 October 21