Electra EV એ ડેવલોપ કરેલી TATA NANO ઇલેક્ટ્રિક કારમાં રતન ટાટા સવાર થયા

|

Feb 11, 2022 | 8:50 AM

Electra EV એ LinkedIn પર આ ખાસ પ્રસંગનો ફોટો શેર કર્યો છે. નેનો ઈવીમાં રતન ટાટા છે. રતન ટાટાના સાથી શાંતનુ નાયડુ પણ નેનો ઈવી માં સાથે જોવા મળે છે.

Electra EV એ ડેવલોપ કરેલી TATA NANO ઇલેક્ટ્રિક કારમાં રતન ટાટા સવાર થયા
Ratan Tata એ નેનો ઈવી કારમાં સવારી કરી હતી

Follow us on

દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે(Tata Motors) એક સમયે પોતાની ફ્લેગશિપ કાર TATA NANOને લોન્ચ કરીને સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી હતી. જોકે બાદમાં કંપનીએ ઉત્પાદન બંધ કરી દીધું હતું. હવે પુણે સ્થિત કંપની Electra EV એ આજ નેનો કારનું ઇલેક્ટ્રિક વેરિઅન્ટ તૈયાર કર્યું છે. ટાટા સન્સના માનદ અધ્યક્ષ અને ઉદ્યોગપતિ રતન ટાટા(Ratan Tata)તાજેતરમાં આ કારમાં સવારી કરી હતી.

Electra EV એ LinkedIn પર આ ખાસ પ્રસંગનો ફોટો શેર કર્યો છે. નેનો ઈવીમાં રતન ટાટા છે. રતન ટાટાના સાથી શાંતનુ નાયડુ પણ નેનો ઈવી માં સાથે જોવા મળે છે. ઈલેક્ટ્રા ઈવીએ જણાવ્યું હતું કે રતન ટાટાને માત્ર કાર જ પસંદ નથી પરંતુ રાઈડનો આનંદ પણ લીધો હતો.

કંપની વતી શેર કરેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે: “આ ઈલેક્ટ્રા ઈવી ટીમ માટે Moment Of Truth છે જ્યારે અમારા ફાઉન્ડર કસ્ટમ-બિલ્ટ નેનો ઈવી માં સવાર થયા, ઈલેક્ટ્રા ઈવીની પાવરટ્રેન પર તૈયાર છે. અમને રતન ટાટાને નેનો ઇવી ની ડિલિવરી કરોને અને તેમની પાસેથી ફીડબેક મેળવીને ગર્વ અનુભવી રહ્યા છીએ.”

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

Tata Nano EVની વિશેષતાઓ

Tata Nano EV એ 4 સીટર કાર છે. આ કારની રેન્જ 160 કિલોમીટર છે. આ કાર 10 સેકન્ડથી ઓછા સમયમાં શૂન્યથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી લે છે. આ ઇલેક્ટ્રિક કારમાં લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Next Article