રાકેશ ઝુનઝુનવાલાએ 2 સ્ટોકમાં રોકાણ કર્યું! 1 વર્ષમાં 216% રિટર્ન આપનાર શેર ખરીદ્યો, શું તે તમારા પોર્ટફોલિયોમાં છે?

|

Oct 25, 2021 | 8:12 AM

BSE ની વેબસાઇટ પર ઉપલબ્ધ સપ્ટેમ્બર 2021 (Q2FY22) ક્વાર્ટર માટે ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ લિમિટેડની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ રાકેશ ઝુનઝુનવાલાએ કંપનીમાં હોલ્ડિંગ 1.1 ટકા હિસ્સો (5000000 શેર) ખરીદ્યા છે.

રાકેશ ઝુનઝુનવાલાએ 2 સ્ટોકમાં રોકાણ કર્યું! 1 વર્ષમાં 216% રિટર્ન આપનાર શેર ખરીદ્યો, શું તે તમારા પોર્ટફોલિયોમાં છે?
રાકેશ ઝુનઝુનવાલા (ફાઈલ ઈમેજ)

Follow us on

શેરબજારના ‘બિગ બુલ’ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલા(Rakesh Jhunjhunwala) એ તેમના પોર્ટફોલિયોમાં વધુ એક નવો સ્ટોક ઉમેર્યો છે. ઝુનઝુનવાલાએ ઈન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ લિમિટેડ(Indiabulls Real Estate Ltd)ના શેરમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે સાથે જ તેમણે ફરી એક વખત ફેડરલ બેંક લિમિટેડ (Federal Bank Ltd) માં તેમનો હિસ્સો વધાર્યો છે.

ઝુનઝુનવાલાએ સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ લિમિટેડમાં 1.1 ટકા હિસ્સો ખરીદ્યો છે. ફેડરલ બેંકમાં વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે હિસ્સામાં 0.9 ટકાનો વધારો કર્યો છે. છેલ્લા એક વર્ષમાં આ શેરોએ રોકાણકારોને 216 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે.

રાકેશ ઝુનઝુનવાલાએ Indiabulls Real Estate માં રોકાણ કર્યું
BSE ની વેબસાઇટ પર ઉપલબ્ધ સપ્ટેમ્બર 2021 (Q2FY22) ક્વાર્ટર માટે ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ લિમિટેડની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ રાકેશ ઝુનઝુનવાલાએ કંપનીમાં હોલ્ડિંગ 1.1 ટકા હિસ્સો (5000000 શેર) ખરીદ્યા છે. નોંધપાત્ર રીતે રાકેશ ઝુનઝુનવાલાએ વ્યક્તિગત ક્ષમતામાં સપ્ટેમ્બર 2021 ક્વાર્ટર દરમિયાન ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે. 22 ઓક્ટોબરે ટ્રેડિંગ સેશન દરમિયાન રોકાણનું મૂલ્ય 82.6 કરોડ રૂપિયા હતું. એટલે કે આ સ્ટોકે રોકાણકારોને સારો નફો આપ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઈન્ડિયાબુલ્સે 1 વર્ષમાં 216% રિટર્ન આપ્યું
શેરબજારના માસ્ટર માઈન્ડ અને અનુભવી રોકાણકાર ઝુનઝુનવાલાએ ઈન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ પર ફરી એકવાર નવો દાવ લગાવ્યો છે. તેનાથી આ શેરમાં રોકાણકારોનો રસ વધ્યો છે. અગાઉ ઝુનઝુનવાલાની ડિસેમ્બર 2020 ક્વાર્ટરમાં 1.1 ટકા હિસ્સો હતો પરંતુ માર્ચ ક્વાર્ટરમાં તેને હટાવી દીધો હતો.

બીજી તરફ જો તમે કંપનીની સ્થિતિ પર નજર નાખો તો ઈન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટના શેરોએ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 216 ટકા વળતર આપ્યું છે. જોકે, આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 101 ટકાનો વધારો થયો છે. કંપનીના શેરનો ભાવ રૂ. 162 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. 22 ઓક્ટોબર 2021 ના રોજ 162 નો ભાવ હતો જે આધારે કહી શકાય કે, રોકાણકારોને આ શેર પાસેથી સારી અપેક્ષાઓ છે.

 

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : આખરે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા ઉપર લાગી બ્રેક! જાણો શું છે તમારા શહેરમાં 1 લીટર ઇંધણની કિંમત

 

આ પણ વાંચો :  Gold : સોનાનાં દાગીનાની ખરીદી વખતે આ ત્રણ બાબત ઉપર ધ્યાન આપવાનું ચૂકશો નહિ, તમારી સતર્કતા છેતરપિંડીને ટાળશે

Published On - 8:11 am, Mon, 25 October 21

Next Article