RailTel IPO : કંઈ રીતે જાણશો તમારી ફાળવણીની સ્થિતિ? આ બે રીત આપને મદદરૂપ થશે

|

Feb 22, 2021 | 9:27 AM

RailTel IPO share allocation: ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની સરકારની માલિકીની કંપની રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(RailTel Corporation of India)ના IPO ને ગુરુવારે છેલ્લા દિવસે 42.39 ગણી બોલી મળી હતી.

RailTel IPO : કંઈ રીતે જાણશો તમારી ફાળવણીની સ્થિતિ? આ બે રીત આપને મદદરૂપ થશે
RailTel IPO

Follow us on

RailTel IPO Share Allocation: ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની સરકારની માલિકીની કંપની રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (RailTel Corporation of India) ના IPO ને ગુરુવારે છેલ્લા દિવસે 42.39 ગણી બોલી મળી હતી. કંપનીના IPOને લગભગ દરેક કેટેગરીમાં વધુ સબ્સ્ક્રિપ્શન મળ્યું છે. રેલટેલ આઈપીઓ હેઠળ શેરની ફાળવણી 23 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ થશે. જો તમે પણ રેલટેલના આઈપીઓ માટે અરજી કરી છે, તો તમે પણ ફાળવણીની સ્થિતિ જાણવા ઉત્સુક હશો. જો તમને શેર્સ મળે છે, તો શેર 24 ફેબ્રુઆરીએ તમારા ખાતામાં આવશે. પરંતુ જો તમને શેર્સ નહીં મળે, તો તમને 24 ફેબ્રુઆરીથી તમારા પૈસા પાછા મળવાનું શરૂ થઈ જશે. આ શેર 26 ફેબ્રુઆરીએ લિસ્ટ થશે, ત્યારબાદ તમે આ શેર્સનો વેપાર કરી શકશો.

આ રીતે ફાળવણીની સ્થિતિ તપાસો
તમે KFin Technologies અથવા BSEની વેબસાઇટ પર તમારી એપ્લિકેશનની સ્થિતિ ચકાસી શકો છો.

KFin Technologies પર આ રીતે તપાસો
>> આ માટે તમે આ લિંક https://kcas.kfintech.com/ipostatus/ પર જાઓ
>> RailTel Corporation of India IPO પસંદ કરો
>> તમારો એપ્લિકેશન નંબર દાખલ કરો.
>> DPID/Client ID, Select NSDL/CDSL, and Enter DPID and Client ID,In case of PAN, Enter PAN Number દાખલ કરો
>> હવે કેપ્ચા દાખલ કરો.
>> કેપ્ચા સબમિટ કરવા પર, તમે IPO share allocation જોવામાં સમર્થ હશો.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

BSE વેબસાઇટ પર આ રીતે તપાસો
>> તમે BSE Website દ્વારા શેર ફાળવણી ચકાસી શકો છો.
>> સૌ પ્રથમ, તમે બીએસઈની વેબસાઇટ ttps://www.bseindia.com/investors/appli_check.aspx પર જાઓ
>> અહીં Equity પસંદ કરો.
>> આ પછી, RailTel Corporation of India પસંદ કરો.
>> Application Number, PAN Number દાખલ કરી સબમિટ કરો
>> હવે તમે IPO ફાળવણીની સ્થિતિ જોવામાં સમર્થ હશો.

આઈપીઓ 16 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરીની વચ્ચે ખોલવામાં આવ્યો હતો.
રેલટેલનો આઈપીઓ 16 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરીની વચ્ચે ખોલવામાં આવ્યો હતો. દરમિયાન, 42 ગણા વધુ સબ્સ્ક્રિપ્શન્સ પ્રાપ્ત થઈ છે. રેલટેલ આ આઈપીઓ દ્વારા આશરે 819.24 રૂપિયા એકત્ર કરવાની તૈયારી કરી રહ્યું છે. રેલટેલ આઈપીઓની કિંમત શ્રેણી પ્રતિ શેર 93-94 હતી. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ અને સિક્યોરિટીઝ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ આ ઓફરના સંચાલકો છે.

Next Article