પ્રધાનમંત્રી જન ધન યોજના (Pradhan Mantri Jan Dhan Yojana) હેઠળ ઝીરો બેલેન્સ પર બેંક ખાતાઓની (Bank Account) સંખ્યા 41 કરોડને પાર કરી ગઈ છે. ખાતાધારકોને PMJDY હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓમાં ઘણી સુવિધાઓ મળે છે. જો તમારા ખાતામાં બેલેન્સ ન હોય તો પણ તમે 10,000 રૂપિયા સુધી ઉપાડી શકો છો. આ સિવાય રુપે ડેબિટ કાર્ડની (Rupay Debit Card) સુવિધા આપવામાં આવી છે, જેથી તમે ખાતામાંથી પૈસા ઉપાડી શકો અને શોપિંગ પણ કરી શકો.
જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં પોતાના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જન ધન યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ યોજના તે જ વર્ષે 28 ઓગસ્ટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ જાન્યુઆરી, 2021 સુધીમાં જન ધન ખાતાઓની કુલ સંખ્યા વધીને 41.6 કરોડ થઈ ગઈ હતી, સરકારે વધુ સુવિધાઓ અને લાભો સાથે 2018માં આ યોજનાનું બીજું સંસ્કરણ શરૂ કર્યું.
જન ધન ખાતાના પણ ઘણા ફાયદા છે. જો તમારી પાસે જન ધન ખાતું છે તો તમે ઓવરડ્રાફ્ટ દ્વારા તમારા ખાતામાંથી વધારાના 10,000 રૂપિયા સુધી ઉપાડી શકો છો. ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ લેવા માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે. ઓવરડ્રાફ્ટ સુવિધા એક એવી સુવિધા છે, જેના હેઠળ ખાતાધારક તેના ખાતામાં પૈસા ન હોવા છતાં પણ ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે.
એટલે કે ખાતાધારકના ખાતામાં બેલેન્સ શૂન્ય છે તો પણ 10,000 રૂપિયા મળશે. જો કોઈ પણ પ્રધાનમંત્રી જન ધન ખાતું આધાર કાર્ડ સાથે લિંક નથી તો તે ખાતા પર ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ મળશે નહીં. આ સુવિધા ટૂંકા ગાળાની લોન જેવી છે. પહેલા આ રકમ 5 હજાર રૂપિયા હતી. સરકારે હવે તેને વધારીને 10 હજાર કરી દીધી છે.
આ સુવિધાનો લાભ લેવા માટે ખાતાધારકે પહેલા 6 મહિના સુધી ખાતામાં પૂરતા પૈસા રાખવાના હોય છે અને આ સમય દરમિયાન તેણે આ ખાતા સાથે સમયાંતરે વ્યવહારો કરતા રહેવું જોઈએ. આ ખાતામાં ઓવરડ્રાફ્ટ સુવિધા માટેની મહત્તમ વય મર્યાદા 65 વર્ષ છે. આ ખાતામાં ઓવરડ્રાફ્ટ સુવિધા માટેની મહત્તમ વય મર્યાદા 65 વર્ષ છે. ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવવા માટે તમારું જન ધન ખાતું ઓછામાં ઓછું 6 મહિના જૂનું હોવું જોઈએ. જો નહીં તો માત્ર 2,000 રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ ઉપલબ્ધ છે.
જન ધન ખાતું ખોલવા માટે તમે પણ આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ સહિત નો યોર કસ્ટમર (KYC) ની જરૂરિયાતને પૂર્ણ કરતા દસ્તાવેજો સબમિટ કરી શકો છો. જો તમારી પાસે દસ્તાવેજો નથી તો તમે નાનું ખાતું ખોલી શકો છો. આમાં તમારે બેંક અધિકારીની સામે સ્વ-પ્રમાણિત ફોટોગ્રાફ અને તમારી સહી ભરવાની રહેશે. જન ધન ખાતું ખોલવા માટે તમારે કોઈપણ પ્રકારની ફી અથવા ચાર્જ ચૂકવવાની જરૂર નથી. 10 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ આ ખાતું ખોલાવી શકે છે.
આ પણ વાંચો : Maharashtra: જોખમી શ્રેણીવાળા દેશમાંથી આવનારાઓએ 7 દિવસ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે, ઓમિક્રોનને પગલે સરકાર સતર્ક