દેશમાં બેટરી સ્ટોરેજ મેન્યુફેક્ચરિંગ અંગે ઊર્જા મંત્રીએ યોજી મહત્વની બેઠક, વિદેશમાં લિથિયમની ખાણો ખરીદવા અંગે કરી ચર્ચા

|

Dec 09, 2021 | 7:20 PM

દેશમાં બેટરી સ્ટોરેજ મેન્યુફેક્ચરિંગ અને સ્ટોરેજ સિસ્ટમ વિકસાવવા માટે ઉર્જા મંત્રી આરકે સિંહે ગુરુવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં 10 વર્ષ માટે સૈન્ય તકનીકી કરાર કરવામાં આવ્યો છે.

દેશમાં બેટરી સ્ટોરેજ મેન્યુફેક્ચરિંગ અંગે ઊર્જા મંત્રીએ યોજી મહત્વની બેઠક, વિદેશમાં લિથિયમની ખાણો ખરીદવા અંગે કરી ચર્ચા
Energy Minister RK Singh (File Image)

Follow us on

દેશમાં બેટરી સ્ટોરેજ (battery storage) મેન્યુફેક્ચરિંગ અને સ્ટોરેજ સિસ્ટમ વિકસાવવા માટે ઉર્જા મંત્રી આરકે સિંહે (Energy Minister RK Singh) ગુરુવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં 10 વર્ષ માટે મિલિટ્રી ટેક્નીકલ એગ્રીમેન્ટ (military technical agreement) કરવામાં આવ્યો છે. જેમાં ઉર્જા મંત્રીએ PLI સ્કીમ હેઠળ ટૂંક સમયમાં બિડ આમંત્રિત કરવા સૂચના આપી છે. કેન્દ્રીય ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ બેઠકમાં ખાણ મંત્રાલય, કોલસા મંત્રાલય, ભારે ઉદ્યોગ મંત્રાલય, વિદેશ મંત્રાલય, નીતિ આયોગ અને ઉર્જા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.

વિશ્વમાં લિથિયમ અનામતની ઉપલબ્ધતા પર ચર્ચા

બેટરી ઉત્પાદકો દેશમાં લિથિયમ આયન કોષોનું ઉત્પાદન કરવા માટે સરકારની 18,000 કરોડ રૂપિયાની PLI યોજનાનો લાભ લેવા માંગે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંત્રીએ ભારે ઉદ્યોગ મંત્રાલયની PLI સ્કીમ પર બિડની સ્થિતિ અંગે અપડેટ લીધી. અને પી.એલ.આઈ.માં બિડિંગની પ્રક્રિયા ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો. તેમણે વિશ્વમાં લિથિયમ ભંડારની ઉપલબ્ધતા અંગે વધુ ચર્ચા કરી. તેમણે સંભવિત સ્થાનો વિશે વાત કરી જ્યાં ભારત લિથિયમ ખાણોને એક્સપ્લોર કરી શકે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

તેમાં કહેવામાં આવ્યું છે કે ખાણોના અધિગ્રહણની પ્રક્રિયા અને મિકેનિઝમ અલગ-અલગ દેશોમાં અલગ-અલગ છે અને તેમને તે મુજબ તૈયાર કરવાની જરૂર છે.

ભારતને બેટરી સ્ટોરેજ માટે વધુ જરૂર છે

નિવેદનમાં જણાવાયું છે કે,  મંત્રીએ ઉલ્લેખ કર્યો કે ઉર્જા જરૂરિયાતોની દ્રષ્ટિએ ભારત એક મોટો દેશ છે અને તેથી બેટરી સ્ટોરેજ માટેની આપણી જરૂરિયાતો પણ મોટી છે. અને તે 2030 સુધીમાં 120 GWh થવાનો અંદાજ છે, જે 500 GW રીન્યુએબલ ઊર્જા ક્ષમતાને ટેકો આપશે. તેમણે ભવિષ્યની આકાંક્ષાઓ અને લાંબા ગાળાની યોજનાઓને લઈને વધુ ચર્ચા કરી.

જો કે, ભારત પાસે લિથિયમ-આયન બેટરીના ઉત્પાદન માટે પૂરતા પ્રમાણમાં અનામત નથી. લિથિયમના અન્ય ઉપયોગો પણ છે જેમ કે મોબાઈલ ફોન બેટરી, સોલાર પેનલ, એરોસ્પેસ અને થર્મોન્યુક્લિયર ફ્યુઝનમાં. દેશમાં લગભગ તમામ ઇલેક્ટ્રિક વાહનો આયાતી બેટરી પર ચાલે છે, જેમાંથી મોટા ભાગના ચીનના છે.

ભારત 2022 સુધીમાં 175 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. જેને 2030 સુધીમાં 500 GW સુધી વધારી શકાય છે.

આ પણ વાંચો : Farmers Protest Vijay Divas: હવે 10 નહીં 11 ડિસેમ્બરે મનાવશે વિજય દિવસ, જાણો શા માટે બદલવી પડી યોજના

Next Article