PM Awas Yojna: લાભ લેવા છેલ્લા 7 દિવસનો સમય, ઘર ખરીદવા 2.67 લાખનો લાભ કઈ રીતે મળશે ? જાણો અહેવાલમાં

|

Mar 24, 2021 | 8:15 AM

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર ખરીદનારાઓને મળતી સબસિડીની યોજના હવે પૂર્ણ થવાના આરે છે. જો તમે પણ આ યોજના અંતર્ગત 2.67 લાખ રૂપિયા લાભ લેવા માંગતા હો તો તમારી પાસે 31 માર્ચ સુધીનો સમય છે.

PM Awas Yojna: લાભ લેવા છેલ્લા 7 દિવસનો સમય, ઘર ખરીદવા 2.67 લાખનો લાભ કઈ રીતે મળશે ? જાણો અહેવાલમાં
પીએમ આવાસ યોજના

Follow us on

પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojna) અંતર્ગત ઘર ખરીદનારાઓને મળતી સબસિડીની યોજના હવે પૂર્ણ થવાના આરે છે. જો તમે પણ આ યોજના અંતર્ગત 2.67 લાખ રૂપિયા લાભ લેવા માંગતા હો તો તમારી પાસે 31 માર્ચ સુધીનો સમય છે. હકીકતમાં આ યોજના અંતર્ગત સરકાર દ્વારા ઘર ખરીદનારાઓને રૂપિયા 2.67 લાખની સબસિડી આપવામાં આવે છે. આ યોજનાનો લાભ 31 માર્ચ પછી મળશે નહીં.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ભારતના કોઈપણ શહેરમાં મકાન ખરીદવા માટે આ સબસિડી આપવામાં આવે છે. આ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે જેનો હેતુ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લોકોને સસ્તા મકાનો પૂરા પાડવાનો છે. આ અંતર્ગત પ્રથમ વખત ઘર ખરીદનારાઓને CLSS અથવા ક્રેડિટ લિંક્ડ સબસિડી આપવામાં આવે છે. મતલબ કે જો તમે લોન પર ઘર ખરીદી રહ્યા છો તો હોમ લોન પર સબસિડી મળે છે.

કમાણીના આધારે સબસિડી મળે છે
જેઓ વાર્ષિક 18 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે તેઓને આ યોજનાનો લાભ મળે છે. જો તમારી આવક વાર્ષિક 6 લાખ રૂપિયા સુધીની છે તો તમને ક્રેડિટ લિંક્ડ સબસિડી 6.5 ટકા મળશે. જો આવક 12 લાખ રૂપિયા સુધી છે તો 4 ટકા સબસિડી અને વાર્ષિક 18 લાખ કમાતા લોકોને 12 લાખ રૂપિયા સુધીની લોન પર 3% ની સબસિડી આપવામાં આવે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કઈ શરતો રખાય છે?
આ યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા કેટલીક શરતો આપવામાં આવી છે. સૌ પ્રથમ જે પણ આ યોજનાનો લાભ લેવા માંગે છે તેના નામે કોઈ ઘર ન હોવું જોઈએ. બીજી બાજુ જો તમે પહેલાથી સબસિડી લઈ રહ્યા છો, તો તમને અન્ય હોમ લોન પર સબસિડી નહીં મળે. જો તમે પરિણીત દંપતી છો તો પછી તમે સંયુક્ત હોમ લોન પર સબસિડી લઈ શકો છો પરંતુ માત્ર એક જ સબસિડી મળશે.

કયા દસ્તાવેજની જરૂર પડશે?
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે ઓળખ પુરાવા તરીકે પાનકાર્ડ, આધારકાર્ડ જેવા દસ્તાવેજો હોવા જરૂરી છે. એડ્રેસ પ્રૂફ તરીકે તમારી પાસે મતદાર ઓળખકાર્ડ હોવું જોઈએ અથવા તમારી પાસે સરનામું દર્શાવતો કોઈ પુરાવો જરૂરી છે. ઇન્કમ પ્રુફ તરીકે તમારે 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ બતાવવું પડશે. જે સંપત્તિ માટે તમે લોન લઈ રહ્યા છો તેમાં સેલ્સ ડીડ, નોંધણીનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો હોવા જરૂરી છે.

Next Article