Plaza Wires IPO : પ્લાઝા વાયર્સ લિમિટેડનો IPO શુક્રવાર 29 સપ્ટેમ્બરના રોજ ખુલી રહ્યો છે. આ IPO બુધવાર 4 ઓક્ટોબર સુધી સબસ્ક્રાઇબ કરી શકાશે. કંપનીએ તેના IPO માટે રૂ. 51 થી રૂ. 54ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ ઑફર સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુ છે. આ IPO માટે લોટ સાઈઝ 277 શેર રાખવામાં આવી છે.
કંપની આ IPO દ્વારા ₹71.28 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ IPOમાં 1,32,00,158 સુધીના ઇક્વિટી શેર ઈશ્યુ કરવામાં આવશે. વર્ષ 2006 માં સ્થપાયેલ પ્લાઝા વાયર્સ લિમિટેડ વાયર, એલટી એલ્યુમિનિયમ કેબલ્સ અને ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ (FMEG)નું ઉત્પાદન અને વેચાણ કરે છે. કંપની આ ઉત્પાદનોને પ્લાઝા કેબલ્સ, એક્શન વાયર અને PCG બ્રાન્ડ હેઠળ વેચે છે.
IPO | Detail |
IPO Date | September 29, 2023 to October 4, 2023 |
Face Value | ₹10 per share |
Price Band | ₹51 to ₹54 per share |
Lot Size | 277 Shares |
Total Issue Size | 13,200,158 shares (aggregating up to ₹71.28 Cr) |
Fresh Issue | 13,200,158 shares (aggregating up to ₹71.28 Cr) |
Issue Type | Book Built Issue IPO |
Listing At | BSE, NSE |
Share holding pre issue | 30,551,920 |
Share holding post issue | 43,752,078 |
પ્લાઝા વાયર્સનો આઈપીઓ હજુ ખૂલ્યો નથી અને કંપનીના શેર ગ્રે માર્કેટમાં સારા પ્રીમિયમ પર ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે. મંગળવારે ગ્રે માર્કેટમાં પ્લાઝા વાયર્સના શેર રૂ. 13 (Plaza Wires GMP)ના પ્રીમિયમ પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. આ મુજબ આ શેર 24.7 ટકાના પ્રીમિયમ સાથે 67 રૂપિયામાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે.
IPO | Date |
IPO Close Date | September 29 to October 4 |
Basis of Allotment | Monday, October 9, 2023 |
Initiation of Refunds | Tuesday, October 10, 2023 |
Credit of Shares to Demat | Wednesday, October 11, 2023 |
Listing Date | Thursday, October 12, 2023 |
Cut-off time for UPI mandate confirmation | 5 PM on October 4, 2023 |
રોકાણકારો પ્લાઝા વાયર્સ લિમિટેડના IPOમાં ન્યૂનતમ 277 ઇક્વિટી શેર અને ત્યારબાદ 277 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે. ઈક્વિટી શેર દીઠ રૂ. 10ની ફેસ વેલ્યુનો આ જાહેર ઈશ્યુ સંપૂર્ણપણે નવો ઈશ્યુ હશે. આ IPOમાં 1,32,00,158 સુધીના ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. IPOમાં વેચાણ માટે કોઈ ઓફર નથી.
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનોપણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.