શું તમને પણ આવો કોઈ મેસેજ(Fake Message) મળ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ યોજના હેઠળ આધાર કાર્ડ (Aadhaar Card) થી લોન આપવામાં આવી રહી છે. જો એમ હોય તો તમને જણાવી દઈએ કે આ મેસેજ સંપૂર્ણપણે ખોટો અને બોગસ છે. તેની જાળમાં બિલકુલ પડશો નહીં. આ તમને છેતરવાનો એક રસ્તો હોઈ શકે છે. PIB ફેક્ટ ચેકે (PIB Fact Check)આ સ્પષ્ટતા આપી છે. કોરોના મહામારી દરમિયાન લોકો પોતાનો મોટાભાગનો સમય સ્માર્ટફોન અથવા લેપટોપ પર વિતાવે છે. જેનો ફાયદો સાયબર ગુનેગારો ઉઠાવી રહ્યા છે. અને સાયબર ક્રાઈમના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ પણ છેતરપિંડીનું એક સાધન છે.
PIB ફેક્ટ ચેકે ટ્વીટ કર્યું કે તમારી પાસે PM સ્કીમ હેઠળ આધાર કાર્ડથી લોન અંગેના આવતા મેસેજ ફેક છે. તેણે કહ્યું કે તે છેતરપિંડીનો પ્રયાસ હોઈ શકે છે. તેથી, આવા મેસેજ શેર કરશો નહીં. જો તમને પણ આ મેસેજ વોટ્સએપ, MMS અથવા અન્ય કોઈ માધ્યમ દ્વારા મળ્યો હોય, તો તેને અવગણવો હિતાવહ છે. આ ફેક મેસેજને તરત જ ડિલીટ કરો.
क्या आपके पास भी पीएम योजना के तहत आधार कार्ड से लोन दिए जाने के मैसेज आ रहे हैं?#PIBFactCheck:-
▶️ यह मैसेज #फर्जी है
▶️ यह ठगी का एक प्रयास हो सकता है
▶️ ऐसे फर्जी मैसेज को साझा ना करें pic.twitter.com/3tFdKB4oJm— PIB Fact Check (@PIBFactCheck) February 14, 2022
તેમજ આ ખોટા અને નકલી મેસેજને અન્ય કોઈ વ્યક્તિને ફોરવર્ડ કરશો નહીં. આનાથી ફેક ન્યૂઝ અને વાયરલ મેસેજના ફેલાવાને રોકી શકાય છે. ઉપરાંત, જો તમને તમારી વ્યક્તિગત, ખાસ કરીને બેંકિંગ વિગતો જેવી કે બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ વગેરે માટે પૂછવામાં આવે, તો તે બિલકુલ આપશો નહીં.
આ વિગતોનો લાભ લઈને, ગુનેગારો તમારી સાથે બેંક છેતરપિંડી કરી શકે છે. તેઓ મિનિટોમાં તમારું બેંક એકાઉન્ટ ખાલી પણ કરી શકે છે. પીઆઈબી ફેક્ટ ચેકે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ફેક મેસેજનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. મેસેજમાં લખ્યું છે કે પીએમ સ્કીમ હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના દરે લોન લઈ શકાય છે. આ સાથે મેસેજમાં જોવા મળી રહ્યું છે કે 50 ટકા વ્યાજ માફ કરવામાં આવશે.
આ પણ વાંચો : Share Market Crash : શેરબજારમાં કડાકાથી રોકાણકારોને 8.29 લાખ કરોડનું નુકસાન, કોણ રહ્યા આજના TOP LOSERS?
આ પણ વાંચો : Petrol Diesel Price Today : તો વિશ્વભરમાં કાળા સોનાની કટોકટી સર્જાશે!!! જાણો પેટ્રોલ – ડીઝલના ભાવ