ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ અપડેટ કરે છે. જોકે, અલગ-અલગ રાજ્યોમાં ટેક્સ લગાવ્યા બાદ તેમની કિંમત અલગ-અલગ થઈ જાય છે.
Ad
Petrol Diesel Price
Follow us on
ઈન્ડિયન ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ શનિવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવજાહેર કર્યા છે. લેટેસ્ટ અપડેટ મુજબ ગુરુગ્રામ, નોઈડા, લખનૌ સહિત ઘણા શહેરોમાં વાહનના ઈંધણમાં વધારો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ અપડેટ કરે છે. જોકે, અલગ-અલગ રાજ્યોમાં ટેક્સ લગાવ્યા બાદ તેમની કિંમત અલગ-અલગ થઈ જાય છે. 19 ઓગસ્ટ 2023ના શનિવારની વાત કરીએ તો આજે ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે. જો તમે પણ આજે પેટ્રોલ ભરવા માટે ઘરની બહાર જવાના છો, તો ચાલો તમને જણાવીએ કે આજે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતની વાત કરીએ તો સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે તે લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યો હતો. આજે WTI ક્રૂડ ઓઈલ અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલ બંનેના ભાવમાં વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં 0.81 ટકાનો વધારો થયો છે અને તે પ્રતિ બેરલ 84.80 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. WTI ક્રૂડ ઓઈલની કિંમતમાં 1.07 ટકાનો વધારો થયો છે અને તે 81.25 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે.