Petrol Price Today: આ સપ્તાહમાં પ્રથમ વખત ક્રૂડ ઓઇલના ઘટ્યા ભાવ, હવે પેટ્રોલ અને ડીઝલ પર શું થશે અસર, જુઓ શું છે નવા ભાવ ?

|

Oct 23, 2021 | 9:44 AM

દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો નવો દર પહેલીવાર 107 રૂપિયાને પાર કરી ગયો છે. તે 35 પૈસા વધીને 107.24 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. તે જ સમયે, ડીઝલ 95.98 રૂપિયા પ્રતિ લિટરની કિંમતે પહોંચી ગયું છે.

Petrol Price Today: આ સપ્તાહમાં પ્રથમ વખત ક્રૂડ ઓઇલના ઘટ્યા ભાવ, હવે પેટ્રોલ અને ડીઝલ પર શું થશે અસર, જુઓ શું છે નવા ભાવ ?
Petrol Diesel Price

Follow us on

Petrol Price Today: આંતરરાષ્ટ્રીય બજારોમાં આ અઠવાડિયે પ્રથમ વખત ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર કોલસા અને કુદરતી ગેસના ભાવમાં ઘટાડો થયો છે. આથી તેની અસર ક્રૂડની કિંમતો પર પણ જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ 86 ડોલર પ્રતિ બેરલથી ઘટીને 85 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. જોકે, સ્થાનિક તેલ કંપનીઓએ 23 ઓક્ટોબર, શનિવાર માટે પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ચોથા દિવસે વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં ફરી એકવાર પેટ્રોલના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે. એ જ રીતે ડીઝલ પણ મોંઘુ થયું છે. આ અઠવાડિયે બુધવારથી દિલ્હી સહિત દેશના તમામ રાજ્યોમાં ઇંધણના ભાવ સતત વધી રહ્યા છે.

દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો નવો દર પહેલીવાર 107 રૂપિયાને પાર કરી ગયો છે. તે 35 પૈસા વધીને 107.24 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. તે જ સમયે, ડીઝલ 95.98 રૂપિયા પ્રતિ લિટરની કિંમતે પહોંચી ગયું છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 30 પૈસાનો વધારો થયો છે અને હવે તે 113.08 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. આ સાથે જ ડીઝલની કિંમતમાં પણ 34 પૈસાનો વધારો થયો છે. હવે તે 103.97 રૂપિયા પ્રતિ લીટરની કિંમતે વેચાય છે.

શું સરકાર લેશે કોઈ પગલાં ?
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પેટ્રોલના વધતા ભાવથી રાહત આપવા માટે સરકાર કંપનીઓને કિંમતો પર કાર્યવાહી કરવા માટે કહી રહી છે. ઓઇલ કંપનીઓ કિંમતો પર મર્યાદા મૂકવા માટે નવી સિસ્ટમ લાવી શકે છે (મર્યાદા નિશ્ચિત). તે જ સમયે, સરકાર અન્ય કોઇ ભાવ સૂચકાંકના આધારે તેલ ખરીદી શકાય છે કે નહીં તેની જરૂરિયાત પર પણ ધ્યાન આપી રહી છે.

જો કિંમતોમાં ખૂબ વધઘટ થાય છે, તો શું અન્ય સ્રોતોમાંથી ભારતમાં તેલ આયાત કરી શકાય?
કિંમતોમાં આ અસ્થિરતા લાંબો સમય ચાલશે નહીં અને તે સામાન્ય થઈ જશે. માંગ અને પુરવઠામાં બહુ ફરક નથી.

શું ટેક્સ ઘટશે?
સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર હાલમાં ટેક્સ ઘટાડવાની તૈયારી કરી રહી નથી. કારણ કે એક્સાઈઝમાં 5 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવાથી ફુગાવા પર ખાસ અસર નહીં પડે. તમને જણાવી દઈએ કે સરકારે સંસદને જણાવ્યું હતું કે, એપ્રિલ 2020 થી માર્ચ 2021 ની વચ્ચે, સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી વધારવાના કારણે, ટેક્સ કલેક્શન 3.35 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

બરાબર એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં પેટ્રોલ અને ડીઝલમાંથી ટેક્સ કલેક્શન 1.78 લાખ કરોડ રૂપિયા હતું, જે હવે વધીને 3.35 લાખ કરોડ થઈ ગયું છે.

સરકારને આ વસ્તુમાં વધુ કમાણી થઈ હોત, પરંતુ લોકડાઉનને કારણે તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. લોકડાઉન અને કોરોના પ્રતિબંધોને કારણે વાહનોની અવરજવર બંધ થવાને કારણે પેટ્રોલ અને ડીઝલની માંગમાં ઘટાડો થયો હતો, જેના કારણે ટેક્સ કલેક્શન પણ ઓછું થયું હતું.

વર્ષ 2018-19માં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ કલેક્શન 2.13 લાખ કરોડ રૂપિયા હતું. આ સિવાય, એક સવાલના જવાબમાં કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે આ વર્ષે એપ્રિલ-જૂન દરમિયાન સરકારને એક્સાઈઝ કલેક્શન તરીકે 1.01 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા.

એક્સાઇઝમાંથી આવકના પ્રવાહમાં માત્ર પેટ્રોલ અને ડીઝલ જ નહીં પરંતુ એટીએફ, નેચરલ ગેસ અને ક્રૂડ ઓઇલનો પણ સમાવેશ થાય છે. આ બધાને ઉમેરીને, નાણાકીય વર્ષ 21 માં, સરકારને કુલ રૂ. 3.89 લાખ કરોડનું એક્સાઇઝ કલેક્શન મળ્યું છે.

દેશના પ્રમુખ શહેરોના પેટ્રોલ-ડીઝલના ભાવ

City Petrol  Diesel
New Delhi 107.24 95.98
Mumbai 113.08 103.97
Kolkata 107.74 99.05
Chennai 104.19 100.22
Bengluru 110.94 101.82
Hyderabad 111.51 104.66
Patna 110.8 102.53
Jaipur 114.43 105.68
Lucknow 104.16 96.39
Chandigadh 103.17 95.64

આ પણ વાંચો: સાવધાન ! ઓફિસના કોમ્પ્યુટર પર ભુલથી પણ ન કરો આ કામ, નહીં તો નોકરી પરથી હાથ ધોવાનો વારો આવશે

આ પણ વાંચો: TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: એક બેનનું સ્ટેટ્સ- આખી દુનિયામાં હું એકલી જ શરદ પૂનમની ચાંદની છું !

Next Article