ભારતીય સરકારી તેલ કંપનીઓએ 9 સપ્ટેમ્બર 2021 (Petrol Diesel Price Today) માટે પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. ઈંધણના ભાવમાં આજે પણ કોઈ ફેરફાર થયો નથી. રવિવારે રેટ ઘટાડ્યા બાદ આજે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. રવિવારે દેશના વિવિધ શહેરોમાં પેટ્રોલની કિંમત 10 પૈસાથી ઘટાડીને 15 પૈસા કરવામાં આવી હતી.
ચાલુ સપ્તાહે સ્થિર છે કિંમત
છેલ્લો ફેરફાર રવિવારે થયો હતો અને રવિવારે દેશના વિવિધ શહેરોમાં પેટ્રોલની કિંમતમાં 10 પૈસાથી 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે પેટ્રોલ-ડીઝલ હજુ પણ રેકોર્ડ સ્તરે વેચાઈ રહ્યું છે અને મોટાભાગના શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરથી વધુ છે અને ઘણા શહેરોમાં તો ડીઝલ પણ 100 નો આંકડો પાર કરી ગયું છે.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, આજે રાજધાની દિલ્હીમાં 101.19 પૈસા પ્રતિ લીટરના દરે પેટ્રોલ વેચાઈ રહ્યું છે. તે જ સમયે, ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. મુંબઈમાં પેટ્રોલ 107.26 રૂપિયા પ્રતિ લિટર છે. તે જ સમયે, ડીઝલ 96.19 પૈસા પ્રતિ લિટર છે.
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Delhi | 101.19 | 88.62 |
Mumbai | 107.26 | 96.19 |
Chennai | 98.96 | 93.26 |
Kolkata | 101.72 | 91.84 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.
દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.
આ પણ વાંચો : શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે અગત્યના સમાચાર , SEBI લાગુ કરી રહી છે આ નવો નિયમ , જાણો શું પડશે અસર ?