Petrol Diesel Price Today: ભડકે બળતા ઇંધણ ભાવ ઉપર ક્યારે નિયંત્રણ આવશે? જાણો આજે કેટલા મોંઘા થયા પેટ્રોલ – ડીઝલ

|

Oct 14, 2021 | 7:13 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 100.79 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 101.54 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today: ભડકે બળતા ઇંધણ ભાવ ઉપર ક્યારે નિયંત્રણ આવશે? જાણો આજે કેટલા મોંઘા થયા પેટ્રોલ - ડીઝલ
Petrol-Diesel Price Today

Follow us on

પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol Diesel Price Today)માં આજે ઉછાળો આવ્યો છે. બે દિવસની રાહત બાદ ફરી પેટ્રોલ અને ડીઝલમોંઘા થયા છે. આજે 14 ઓક્ટોબર, 2021 ના ​​રોજ ફરી એક વખત બળતણના દરમાં વધારો થયો છે. સ્થાનિક તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા છે અને આજે પેટ્રોલના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે સાથે જ ડીઝલ પણ 35 પૈસા મોંઘુ થયું છે. સતત વધી રહેલી કિંમતોને કારણે દેશના ઘણા શહેરોમાં ઈંધણની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.

રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 35 પૈસાનો વધારો થયા બાદ દર વધીને 104.79 રૂપિયા પ્રતિ લીટર થયો છે તો ડીઝલ 93.52 રૂપિયા પ્રતિ લિટરના દરે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે. આ પછી, મુંબઈમાં પેટ્રોલનો નવો દર 110.75 પૈસા પ્રતિ લિટર થયો. તે જ સમયે, ડીઝલ પણ 73 પૈસા વધીને 101.40 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયું છે. સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પેટ્રોલ 116.86 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 107.61 રૂપિયા પ્રતિ લીટરમાં વેચાઈ રહ્યું છે.

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 100.79 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 101.54 રૂપિયા પ્રતિ લીટર છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 104.79 93.52
Mumbai 110.75 101.40
Chennai 102.10 97.93
Kolkata 105.43 96.68

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

Next Article