Petrol Diesel Price Today: ક્રૂડ ઓઈલના ભાવમાં ઉતાર – ચઢાવ વચ્ચે શું છે 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત? જાણો અહેવાલ દ્વારા

|

Dec 17, 2021 | 8:17 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today:  ક્રૂડ ઓઈલના ભાવમાં ઉતાર - ચઢાવ વચ્ચે શું છે 1 લીટર પેટ્રોલ - ડીઝલની કિંમત? જાણો અહેવાલ દ્વારા
Petrol Diesel Price Today

Follow us on

Petrol Diesel Price Today :  આજે 17 ડિસેમ્બર માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આજે પણ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જણાવી દઈએ કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયાને 44 દિવસ થઈ ગયા છે જ્યારે એક સમય એવો હતો જ્યારે તેલની કિંમતમાં દરરોજ વધઘટ થતી હતી. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતમાં વધ – ઘટનો સિલસિલો યથાવત છે. ગુરુવારની સરખામણીમાં શુક્રવારે ક્રૂડઓઇલની કિંમતમાં સુસ્તી જોવા મળી રહી છે.

ક્રૂડ ઓઈલની કિંમતો ફરી ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટની પ્રક્રિયા ચાલુ છે. ગુરુવારે તેલની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો પરંતુ આજે ફરી એકવાર કાચા તેલની કિંમતોમાં મંદી જોવા મળી રહી છે. જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત ફરી એકવાર પ્રતિ બેરલ 70 ડોલરની ઉપર પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે મંદી હોવા છતાં ગઈકાલની જેમ WTI ક્રૂડની કિંમત 72 ડોલરની ઉપર પહોંચી ગઈ છે અને બ્રેન્ટ ક્રૂડની કિંમત 75 ડોલરની આસપાસ પહોંચી ગઈ છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

 

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

આ પણ વાંચો : 15 હજારથી ઓછો પગાર ધરાવતા લોકોને મળશે સરકારી લાભ, 31 માર્ચ સુધીમાં આ યોજનામાં કરી લો રજીસ્ટ્રેશન

 

આ પણ વાંચો : ITR Filing : રિટર્ન ફાઈલ કરો ત્યારે હાથમાં રાખજો આ 7 ડોક્યુમેન્ટ્સ, ITR માં તેની માહિતી નહિ દર્શાવો તો પડશો મુશ્કેલીમાં

Next Article