Petrol-Diesel Price Today : આ જે સપ્તાહના પહેલા દિવસે સોમવારે ઇંધણના નવા રેટ જાહેર કરવામાં આવ્યા છે. સરકારી ઓઈલ કંપનીઓ IOC, HPCL અને BPCLએ પેટ્રોલ અને ડીઝલ માટે નવા દર જારી કર્યા છે.ઓઇલ કંપનીઓએ 5 દિવસના સતત વધારા બાદ આજે તેલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. 5 દિવસ બાદ સોમવારે તેલની વધતી કિંમતોથી સામાન્ય માણસને રાહત મળી છે.
દેશના ૪ મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ આ મુજબ છે
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 104.46 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 104.03 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 119.79 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 110.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
આ રીતે નક્કી થાય છે ઇંધણના નવા રેટ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.
ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Ahmedabad | 104.24 | 103.81 |
Rajkot | 104 | 103.59 |
Surat | 104.10 | 103.69 |
Vadodara | 103.88 | 103.45 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.
આ પણ વાંચો : ITR Filing : 31 ઓક્ટોબર સુધી કોઈપણ ચાર્જ વિના ફાઈલ કરી શકાશે Income Tax Return, જાણો કઈ રીતે?
આ પણ વાંચો : Reliance Jioના ગ્રાહકોમાં ઘટાડો : કંપનીએ ત્રિમાસિક ગાળામાં 1 કરોડથી વધુ ગ્રાહકો ગુમાવ્યા, જાણો શું છે કારણ?
Published On - 8:03 am, Mon, 25 October 21