Petrol Diesel Price Today : દેશના મહાનગરમાં પેટ્રોલ – ડીઝલની કિંમતમાં વધારો થયો, આ રીતે જાણો તમારા શહેરના ઇંધણના ભાવ

|

Mar 15, 2023 | 7:21 AM

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : દેશના મહાનગરમાં પેટ્રોલ - ડીઝલની કિંમતમાં વધારો થયો, આ રીતે જાણો તમારા શહેરના ઇંધણના ભાવ

Follow us on

Petrol Diesel Price Today : ભારતમાં દરરોજ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ સરકારી તેલ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવે છે. આ કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવના આધારે નક્કી કરવામાં આવે છે. આજની વાત કરીએ તો બુધવારે કાચા તેલની કિંમતોમાં વધારો નોંધાઈ રહ્યો છે. WTI ક્રૂડ ઓઈલમાં 0.86 ટકાના વધારા બાદ તે પ્રતિ બેરલ 71.94 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં 0.68 ટકાના વધારા બાદ આજે તે 77.98 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થયુ છે.કાચા તેલના ભાવમાં વધારાની અસર ભારતના ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળી રહી છે. આજે ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે.

કયા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો

આજે ચારેય મહાનગરોમાંથી ચેન્નાઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. ચેન્નાઈમાં આજે પેટ્રોલ 11 પૈસા અને ડીઝલ 9 પૈસા પ્રતિ લીટર મોંઘા ભાવે વેચાઈ રહ્યું છે. દિલ્હીને અડીને આવેલા નોઈડાની વાત કરીએ તો અહીં પેટ્રોલ 17 પૈસા અને ડીઝલ 17 પૈસા મોંઘુ થઈને 96.76 પ્રતિ લિટર અને 89.93 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ અને જયપુરમાં પણ પેટ્રોલ- ડીઝલના ભાવ બદલાય છે

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.74 અને ડીઝલ રૂ. 94.33 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

Next Article