Petrol Diesel Price Today : આ મહાનગરમાં સસ્તું થયું પેટ્રોલ – ડીઝલ, તમારા શહેરમાં ભાવમાં થયો ફેરફાર? જાણો આ રીતે

|

Mar 16, 2023 | 9:42 AM

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : આ મહાનગરમાં સસ્તું થયું પેટ્રોલ - ડીઝલ, તમારા શહેરમાં ભાવમાં થયો ફેરફાર? જાણો આ રીતે

Follow us on

Petrol Diesel Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં કાચા તેલની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો છે. આજે ગુરુવાર તારીખ  16 માર્ચના રોજ ક્રૂડ ઓઈલ લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યું છે.WTI ક્રૂડ ઓઈલ 1.55 ટકાના વધારા સાથે 68.66 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે. બીજી તરફ બ્રેન્ટ ક્રૂડ ઓઇલમાં 1.66 ટકાનો વધારો નોંધાયો છે. આ ઓઇલ પ્રતિ બેરલ 74.91 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. આ સ્થિતિમાં કાચા તેલની કિંમતોમાં વધઘટ છતાં સ્થાનિક ફેરફારને બાદ કરતા આજે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે પરંતુ ચેન્નાઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ચેન્નાઈમાં આજે પેટ્રોલ 11 પૈસા સસ્તું અને ડીઝલ 9 પૈસા સસ્તું 102.63 રૂપિયા અને 94.24 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

 

 

Published On - 9:42 am, Thu, 16 March 23

Next Article