Petrol-Diesel Price Today : ઇંધણના ભાવમાં આજે વધારો ન કરાયો , જાણો 1 લીટર પેટ્રોલ – ડીઝલ માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

|

Sep 08, 2021 | 8:08 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે. 

સમાચાર સાંભળો
Petrol-Diesel Price Today : ઇંધણના ભાવમાં આજે વધારો ન કરાયો ,  જાણો 1 લીટર પેટ્રોલ - ડીઝલ માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
File Image of Petrol Pump

Follow us on

આંતરરાષ્ટ્રીય બજારના આધારે સ્થાનિક તેલ કંપનીઓએ આજે સવારે 6 વાગે 8 સપ્ટેમ્બર, 2021 માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol-Diesel Price Today) જાહેર કર્યા છે. નવા દર મુજબ આજે સતત ત્રીજો દિવસ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં લાંબા સમયથી ઉછાળો જોવા મળ્યો નથી અને છેલ્લા કેટલાક દિવસોમાં કિંમતોમાં ઘટાડો પણ કરવામાં આવ્યો હતો અને તેલના ભાવ પણ લાંબા સમયથી સ્થિર રહ્યા હતા.

બુધવાર પહેલા છેલ્લો ફેરફાર રવિવારે થયો હતો અને રવિવારે દેશના વિવિધ શહેરોમાં પેટ્રોલની કિંમતમાં 10 પૈસાથી 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે પેટ્રોલ-ડીઝલ હજુ પણ રેકોર્ડ સ્તરે વેચાઈ રહ્યું છે અને મોટાભાગના શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરથી વધુ છે અને ઘણા શહેરોમાં તો ડીઝલ પણ 100 નો આંકડો પાર કરી ગયું છે.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, આજે રાજધાની દિલ્હીમાં 101.19 પૈસા પ્રતિ લીટરના દરે પેટ્રોલ વેચાઈ રહ્યું છે. તે જ સમયે, ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. મુંબઈમાં પેટ્રોલ 107.26 રૂપિયા પ્રતિ લિટર છે. તે જ સમયે, ડીઝલ 96.19 પૈસા પ્રતિ લિટર છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 101.19 88.62
Mumbai 107.26 96.19
Chennai 98.96 93.26
Kolkata 101.72 91.84

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

 

આ પણ વાંચો :  IPO Allotment Status : શું તમે આ ગુજરાતી કંપનીમાં નાણાંનું રોકાણ કર્યું છે ? આ બે રીતે તમારા શેરની સ્થિતિ ચકાસો

 

આ પણ વાંચો :  Vodafone Idea ના શેરમાં 5 દિવસમાં 40% નો ઉછાળો આવ્યો , જાણો દેવામાં ડૂબેલી કંપનીના શેરમાં આવેલી તેજીનું શું છે કારણ?

Next Article