Petrol-Diesel Price Today : આજે તમારા શહેરમાં વાહનના ઇંધણની કિંમત શું છે? આ રીતે તપાસો

|

May 27, 2023 | 8:17 AM

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.30 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.07 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : આજે તમારા શહેરમાં વાહનના ઇંધણની કિંમત શું છે? આ રીતે તપાસો

Follow us on

Petrol-Diesel Price Today :  દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી. જો કે, ઓઈલ કંપનીઓ દ્વારા શનિવારે સવારે 6 વાગ્યે ઈંધણના નવા ભાવ જાહેર કરાયા બાદ ઘણા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત જોવા મળી છે. દેશની રાજધાની નવી દિલ્હી સાઈટ દેશના 4 મહાનગર અને ગુજરાતમાં આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં આજે મામૂલી વધારો જોવા મળી રહ્યો છે. WTI ક્રૂડ 1.17 ટકાના વધારા સાથે 72.67 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ 0.69 ટકા વધીને પ્રતિ બેરલ $76.95 પર વેચાઈ રહ્યું છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.76 અને ડીઝલ રૂ. 89.66 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.29 અને ડીઝલ રૂ. 94.25 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.62 અને ડીઝલ રૂ. 94.22 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.01 અને ડીઝલ રૂ. 92.74 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.30 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.07 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.41 92.15
Rajkot 96.17 91.93
Surat 96.27 92.04
Vadodara 96.07 91.82

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:16 am, Sat, 27 May 23

Next Article