
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાશ છતાં ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાની ઉપર છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. સરકારી તેલ કંપનીઓએ આજે ગુરુવારે સવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ (Petrol Diesel Price Today) જાહેર કર્યા અને આજે પણ તેની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. પોર્ટ બ્લેરમાં સૌથી સસ્તું પેટ્રોલ 84.10 રૂપિયા અને ડીઝલ 79.74 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલની કિંમત 96.63 રૂપિયા છે. જો ક્રૂડ ઓઈલની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ફરી વધીને 93.16 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે જ્યારે WTI વધીને 87.53 ડોલર પ્રતિ બેરલ સુધી ટ્રેડ થયું છે.
ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.
| City | Petrol | Diesel |
| Ahmedabad | 96.42 | 92.17 |
| Rajkot | 96.19 | 91.95 |
| Surat | 96.31 | 92.07 |
| Vadodara | 96.54 | 92.28 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.
Published On - 7:18 am, Thu, 18 August 22