સરકારી તેલ કંપનીઓએ આજે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં (Petrol Diesel Price Today) કોઈ ફેરફાર કર્યો નથી. આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે. મુંબઈમાં પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લિટર છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.58 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.41 રૂપિયા પ્રતિ લીટર છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Delhi | 101.84 | 89.87 |
Mumbai | 107.83 | 97.45 |
Chennai | 102.49 | 93.63 |
Kolkata | 102.08 | 93.02 |
દેશના મુખ્ય શહેરહોરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
ચાલુ મહિનાથી તેલ ઉત્પાદનમાં વધારો
ઓપેક દેશોએ કહ્યું છે કે ચાલુ મહિનાથી તે દર મહિને તેના ઉત્પાદનમાં 400,000 બેરલનો વધારો કરશે અને આમ હાલમાં લાગુ 5.8 મિલિયન બેરલ/દિવસનો કાપ ધીમે ધીમે 2022 ના અંત સુધીમાં સમાપ્ત થશે. નવી નિર્ધારિત ઉત્પાદન મર્યાદા હેઠળ, UAE મે 2022 થી દરરોજ 3.5 મિલિયન બેરલનું ઉત્પાદન કરી શકશે. અહેવાલો અનુસાર, UAE અગાઉ પોતાના માટે 3.8 મિલિયન બેરલ/દૈનિક ઉત્પાદનની મર્યાદા માંગી રહ્યું હતું. એ જ રીતે સાઉદી અરેબિયાની દૈનિક ઉત્પાદન મર્યાદા 1.10 કરોડ બેરલથી વધારીને 1.15 કરોડ બેરલ કરવામાં આવશે. રશિયાની ઉત્પાદન મર્યાદા સમાન રહેશે. ઇરાક અને કુવૈત માટે દૈનિક ઉત્પાદન મર્યાદામાં વધારો આનાથી થોડો ઓછો હશે.
મોબાઈલ ઉપર SMS દ્વારા રેટ જાણી શકાય છે
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.
દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.
Published On - 6:54 am, Fri, 6 August 21