Petrol-Diesel Price today : સરકારી તેલ કંપનીઓની આમ આદમીને રાહત , જાણો તમારા શહેરમાં પેટ્રોલ – ડીઝલની કિંમત શું છે

|

Jul 13, 2021 | 8:27 AM

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.

Petrol-Diesel Price today : સરકારી તેલ કંપનીઓની આમ આદમીને રાહત , જાણો તમારા શહેરમાં પેટ્રોલ - ડીઝલની કિંમત શું છે
File picture of petrol pump

Follow us on

સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Price today)ના ભાવમાં આજે વધારો ન કરી દેશવાસીઓને રાહત આપી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રખાયા છે. આ અગાઉ સોમવારે પેટ્રોલના ભાવમાં લિટર દીઠ 28 પૈસાનો વધારો જોવા મળ્યો હતો. આજે દિલ્હીમાં પેટ્રોલના 1 લિટરની કિંમત 101.19 રૂપિયા જયારે ડીઝલના ભાવ લિટર દીઠ 89.72 રૂપિયા છે.

મે મહિનાથી ઇંધણના ભાવમાં 39 ગણો વધારો થયો છે. આ 39 દિવસોમાં પેટ્રોલ રૂ 10.79 અને ડીઝલ 8.99 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. જો આપણે માત્ર જુલાઈ મહિનાની વાત કરીએ, તો આ મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલની કિંમતોમાં આઠ વખત વધારો થયો છે. મે મહિનામાં પેટ્રોલના ભાવમાં 16 વખત અને જૂનમાં 15 વખત વધારો કરવામાં આવ્યો હતો.

17 રાજ્યોમાં તેની કિંમત 100 રૂપિયાથી વધુ
રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, ઓડિશા, તમિળનાડુ, લદ્દાખ, બિહાર, કેરળ, સિક્કિમ, પુડુચેરી, દિલ્હી અને પંજાબ સહિત દેશના 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પેટ્રોલ છે. 100 ના ભાવે લિટર વેચાઇ રહ્યું છે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

 

દરરોજ કિંમત બદલાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

 

જાણો તમારા શહેરના ભાવ
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

 

 

જાણો દેશના મહાનગરોમાં પેટ્રોલ  પ્રતિ લીટર કઈ કિંમતે વેચાઈ રહ્યું છે.

શહેર           કાલનો રેટ          આજનો રેટ
દિલ્લી              100.91           101.19
મુંબઈ            106.93            107.20
કોલકાતા       101.01            101.35
ચેન્નાઇ             101.67            101.92

 

ડીઝલની કિંમત દેશના ચાર મહાનગરોમાં  આ મુજબ છે

શહેર          કાલનો  રેટ        આજનો  રેટ
દિલ્લી          89.88               89.72
મુંબઈ            97.46               97.29
કોલકાતા     92.97               92.81
ચેન્નાઇ          94.39               94.24

Next Article