પેટ્રોલ-ડીઝલના ભાવ(Petrol-Diesel Price Today)ની સર્વોચ્ચ સપાટીના નવા રેકોર્ડ સ્થાપ્યા બાદ આજે ઇંધણની કિંમત સ્થિર છે. સરકારી તેલ કંપનીઓએ રવિવારે પણ પેટ્રોલ-ડીઝ ના ભાવમાં વધારો કર્યો ન હતો. છેલ્લા બે દિવસથી કિંમતોમાં વધારો ન કરી સરકારી તેલ કંપનીઓ આમ આદમીને રાહત આપી રહી છે. દેશમાં શનિવારે પેટ્રોલ 30 પૈસા પ્રતિ લિટર મોંઘુ કરાયું હતું. ભાવ વધારા બાદ દેશની રાજધાની દિલ્લીમાં એક લિટર પેટ્રોલનો ભાવ 101.84 રૂપિયા થઈ ગયો છે જયારે ગુજરાત(Petrol Price In Gujarat)માં અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર 98.59 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળી રહ્યું છે.
જુલાઈ મહિનાની વાત કરીએ તો અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં 9 વખત વધારો થયો છે. જૂન અને મેમાં પણ લગભગ 16-16 પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો. સતત વધારાને કારણે દેશના ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમતો 100 રૂપિયાને વટાવી ગઈ છે અને ઘણા શહેરોમાં ટૂંક સમયમાં ભાવ 110 રૂપિયાના આંકડાને પણ સ્પર્શી શકે છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Delhi | 101.84 | 89.87 |
Mumbai | 107.83 | 97.45 |
Chennai | 102.49 | 93.63 |
Kolkata | 102.08 | 93.02 |
દેશના મુખ્ય શહેરહોરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
અહીં મળે છે સૌથી મોંઘુ પેટ્રોલ
રાજસ્થાનના ગંગાનગર અને મધ્યપ્રદેશના અનુપુરમાં સૌથી મોંઘુ પેટ્રોલ મળે છે. ગંગાનગરમાં આજે પેટ્રોલનો ભાવ 113.21 રૂપિયા છે અને ડીઝલ 103.15 રૂપિયાના દરે ઉપલબ્ધ છે. બીજીતરફ અનુપપુરમાં આજે પેટ્રોલનો ભાવ 112.78 રૂપિયા છે અને ડીઝલનો ભાવ લિટર દીઠ 101.15 છે.
દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.