Petrol-Diesel Price Today : આસમાને પહોંચી રહ્યા છે ઇંધણના ભાવ, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

|

Oct 20, 2021 | 7:42 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 103.11 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 102.52 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : આસમાને પહોંચી રહ્યા છે ઇંધણના ભાવ, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ - ડીઝલ
Petrol-Diesel Price Today

Follow us on

Petrol-Diesel Price Today : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સાથે મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત રેકોર્ડ તોડી રહ્યા છે. દેશની ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એચપીસીએલ, બીપીસીએલ અને આઇઓસીએ બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. બંને મુખ્ય ઇંધણની કિંમતમાં 35 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.

આજે અમદાવાદ(Petrol-Diesel Price Today in Ahmedabad)માં પેટ્રોલના રેટ ઉપર નજર કરીએતો અમદાવાદમાં પેટ્રોલ 102.89 રૂપિયાપ્રતિ લીટર જયારે ડીઝલ 102.30 રૂપિયા પ્રતિ લીટરની કિંમતે વેચાઈ રહ્યું છે. દેશની રાજધાની દિલ્લીમાં એક લિટર પેટ્રોલની કિંમત હવે 35 પૈસા વધીને 106.19 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. બીજી બાજુ ડીઝલની કિંમત 35 પૈસા વધીને 94.92 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. એ જ રીતે મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 35 પૈસા વધીને 112.11 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. ડીઝલની કિંમત 37 પૈસા વધીને 102.89 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 103.11 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 102.52 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 118.32 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 109.12 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 106.19 94.92
Mumbai 112.11 102.89
Chennai 103.31 99.26
Kolkata 106.77 98.03

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

કઇ રીતે નક્કી થાય છે ઇંધણના નવા રેટ?
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

 

આ પણ વાંચો : IRCTC ના રોકાણકારોને એકજ દિવસમાં 22000 કરોડનું થયું નુકશાન, જાણો વિગતવાર

 

આ પણ વાંચો : કેન્દ્ર સરકાર કર્મચારીઓને દિવાળીની ભેટ આપશે! આ કર્મચારીઓને 30 દિવસનું બોનસ મળશે, જાણો બોનસની ગણતરીની ફોર્મ્યુલા

Next Article