
દેશમાં છેલ્લા ઘણા મહિનાઓથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થતા ફેરફારની અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. આગામી સમયમાં હિમાચલ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને આ સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો ફેરફાર થવાની આશા છે. દરરોજ સવારે 6 વાગ્યે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો અપડેટ કરે છે. જો કોઈ ફેરફાર હોય તો તે વેબસાઇટ પર જાહેર કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે 22 મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
વૈશ્વિક બજારમાં છેલ્લા 24 કલાક દરમિયાન કાચા તેલની કિંમતોમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે મંગળવારે સવારે સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા જારી કરાયેલા પેટ્રોલ અને ડીઝલના છૂટક દરમાં ફેરફાર થયો નથી. આજે પણ દિલ્હી-મુંબઈ જેવા દેશના ચાર મહાનગરો અને ગુજરાતમાં તેલના ભાવ સ્થિર છે. જો કાચા તેલની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં તેની કિંમતોમાં પણ થોડો ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ એક ડોલર ઘટીને $97.92 પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. તે જ સમયે ડબલ્યુટીઆઈનો દર લગભગ એક ડોલરના ઘટાડા સાથે પ્રતિ બેરલ $ 92.04 પર વેચાઈ રહ્યું છે.
ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.
| City | Petrol | Diesel |
| Ahmedabad | 96.42 | 92.17 |
| Rajkot | 96.19 | 91.95 |
| Surat | 96.31 | 92.07 |
| Vadodara | 96.54 | 92.28 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.
Published On - 8:28 am, Tue, 8 November 22