Petrol Diesel Price Today : ક્રૂડ 5-સપ્તાહ તળિયે સરકી ગયું, પેટ્રોલ – ડીઝલ પણ સસ્તાં થયા કે નહીં?

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.30 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.07 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ક્રૂડ 5-સપ્તાહ તળિયે સરકી ગયું, પેટ્રોલ - ડીઝલ પણ સસ્તાં થયા કે નહીં?
| Edited By: | Updated on: May 03, 2023 | 9:28 AM

Petrol Diesel Price Today :રોઇટર્સના અહેવાલ અનુસાર ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 5 ટકાનો ઘટાડો થયો હતો. ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડની ફ્યુચર કિંમત $ 3.99 અથવા 5 ટકા ઘટીને બેરલ દીઠ $ 75.32 પર આવી હતી. એ જ રીતે, અમેરિકન સ્ટાન્ડર્ડ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) ક્રૂડની કિંમત $4 અથવા 5.3 ટકા ઘટીને $71.66 પ્રતિ બેરલ થઈ ગઈ છે. ક્રૂડ 5-સપ્તાહની નીચી સપાટીએ સરકી ગયું છે. આ દરમિયાન ઓઈલ કંપનીઓએ પણ પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર કર્યા છે. દેશની રાજધાની સહિત મોટાભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે ઈંધણના ભાવ સ્થિર છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.86 અને ડીઝલ રૂ. 94.46 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 107.24 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.30 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.07 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.41 92.15
Rajkot 96.17 91.93
Surat 96.27 92.04
Vadodara 96.07 91.82

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

 

 

Published On - 8:33 am, Wed, 3 May 23