Petrol-Diesel Price Today : ક્રૂડની કિંમતમાં ભડકો, શું મોંઘા પેટ્રોલ – ડીઝલ ખરીદવા માટે તૈયાર રહેવું પડશે?

|

May 24, 2023 | 7:46 AM

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.30 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.07 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : ક્રૂડની કિંમતમાં ભડકો, શું મોંઘા પેટ્રોલ - ડીઝલ ખરીદવા માટે તૈયાર રહેવું પડશે?

Follow us on

Petrol-Diesel Price Today : દેશમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવે છે. આજની વાત કરીએ તો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો નથી. દેશમાં ઈંધણાં ભાવ વધારાને 1 વર્ષ પૂર્ણ થી ગયું છે ત્યારે આ  સ્થિતિમાં ઈંધણ ભરતા પહેલા મોટા શહેરોની કિંમતો તપાસવી જરૂરી છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતની વાત કરીએ તો તેમાં વધારો નોંધાઈ રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં 1.08 ટકાનો ઉછાળો નોંધાયો છે અને તે પ્રતિ બેરલ $77.67 પર ટ્રેડ થઈ રહ્યો છે. તે જ સમયે, WTI ક્રૂડ ઓઈલની કિંમતમાં 1.17 ટકાનો વધારો નોંધાયો છે અને તે પ્રતિ બેરલ $ 73.76 પર ટ્રેડ થઈ રહ્યો છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.76 અને ડીઝલ રૂ. 89.66 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.29 અને ડીઝલ રૂ. 94.25 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.62 અને ડીઝલ રૂ. 94.22 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.01 અને ડીઝલ રૂ. 92.74 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.30 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.07 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.41 92.15
Rajkot 96.17 91.93
Surat 96.27 92.04
Vadodara 96.07 91.82

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article