Petrol Diesel Price Today : દેશની 85 ટકા ક્રૂડની જરૂરિયાત આયાત દ્વારા પુરી કરાય છે, જાણો આજે ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ

|

Apr 21, 2022 | 6:27 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : દેશની 85 ટકા ક્રૂડની જરૂરિયાત આયાત દ્વારા પુરી કરાય છે, જાણો આજે ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ - ડીઝલ
Petrol Diesel Price Today

Follow us on

આજે સતત 16માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol Diesel Price Today)માં કોઈ ફેરફાર થયો નથી. 6 એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત(Crude oil price) હાલમાં પ્રતિ બેરલ 108-110 ડોલરના સ્તરે છે. છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત પર દબાણ જોવા મળી રહ્યું છે. અત્યારે તે 105 ડોલરની નજીક છે. ક્રૂડ ઓઇલમાં નરમાશ એ ભારત માટે મોટી રાહત છે કારણ કે આપણે તેલની જરૂરિયાતના 85 ટકા આયાત કરીએ છીએ. ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, માર્ચ ક્વાર્ટરમાં કિંમતમાં વધારો નહીં કરવાનો માર IOC, BPCL, HPCL જેવી કંપનીઓને ભોગવવો પડશે.

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને કારણે આ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 137 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવ્યા અને 22 માર્ચથી ભાવવધારો શરૂ થયો હતો. 6 એપ્રિલ સુધી રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 10 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું હતું ત્યારબાદ તેમાં કોઈ ફેરફાર થયો નથી.

તેલ 13 રૂપિયા મોંઘુ થઈ શકે છે

ફિચ રેટિંગ્સે તેના લેટેસ્ટ રિપોર્ટમાં કહ્યું છે કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કિંમત ન વધારવાનું નુકસાન ઉઠાવવું પડશે. ફિચ રેટિંગ્સે કહ્યું કે નવેમ્બર 2021થી માર્ચ 2022 વચ્ચે ક્રૂડ ઓઈલ લગભગ 27 ડોલર મોંઘુ થયું છે. જો આ સમયગાળા દરમિયાન કિંમતો પર નિયંત્રણ ન રાખવામાં આવે તો પેટ્રોલ લગભગ 13 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 105.08 99.43
Rajkot 104.84 99.21
Surat 104.96 99.33
Vadodara 105.19 99.54

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : ફેબ્રુઆરીમાં EPFOમાં 14.12 લાખ નવા સબ્સ્ક્રાઇબર્સ ઉમેરાયા, ગયા વર્ષની તુલનામાં 14 ટકાનો વધારો

આ પણ વાંચો :  નેટફ્લિક્સના સ્ટોકમાં 37 ટકાનો ઘટાડો, ગ્રાહકોની સંખ્યામાં તીવ્ર ઘટાડાની અસર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article