Petrol Diesel Price Today : તમારા વાહનના ઇંધણની કિંમતમાં આજે પણ કોઈ ફેરફાર નહિ, જાણો તમારા શહેરના 1 લીટર પેટ્રોલ – ડીઝલના ભાવ

|

Feb 17, 2022 | 8:54 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : તમારા વાહનના ઇંધણની કિંમતમાં આજે પણ કોઈ ફેરફાર નહિ, જાણો તમારા શહેરના 1 લીટર પેટ્રોલ – ડીઝલના ભાવ
Petrol Diesel Price Today

Follow us on

Petrol Diesel Price Today : આજે 17 ફેબ્રુઆરી ગુરુવારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને જાણીને નવાઈ લાગશે કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફારને 106 દિવસ થઈ ગયા છે. આનો અર્થ એ થયો કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 106 દિવસથી સ્થિર છે. દેશમાં છેલ્લે દિવાળી સમયે (નવેમ્બર 4, 2021)ના રોજ ઈંધણના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારથી આજદિન સુધી સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. બીજી તરફ પેટ્રોલ અને ડીઝલ બનાવવા માટે કાચા માલ તરીકે વપરાતા ક્રૂડ ઓઈલની કિંમતો સતત વધી રહી છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાશ જોવા મળી રહી છે. 17 ફેબ્રુઆરી, ગુરુવારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ 93 ડોલરની નીચે આવી ગયા હતા.

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો

છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાશ જોવા મળી રહી છે. 17 ફેબ્રુઆરી ગુરુવારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને 92.73 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી.જો કે બુધવારે ક્રૂડ ઓઈલની કિંમત 93.18 ડોલર હતી. oilprice.com મુજબ WTI ક્રૂડના ભાવ ગુરુવાર 17 ફેબ્રુઆરીએ 2.30 ટકા ઘટીને તેની કિંમત 91.51 ડોલર પર લાવ્યા હતા. બુધવારે WTI ક્રૂડની કિંમત 92.08 ડોલર હતી. બીજી તરફ આજે બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં પણ સુસ્તી જોવા મળી રહી છે. આજે બ્રેન્ટ ક્રૂડ 2.19 ટકા ઘટીને 92.73 ડોલર પર આવી ગયું છે.

 

ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

આ પણ વાંચો : IPO પહેલા LIC અંગે આવ્યા આ માઠા સમાચાર, કોરોનાકાળમાં LIC પોલિસીના વેચાણમાં ઘટાડો નોંધાયો

 

આ પણ વાંચો : તમારા PAN CARD નો કોઈ દુરુપયોગ તો નથી કરી રહ્યું ને? આ રીતે તપાસો અને જાણો ફરિયાદની પ્રક્રિયા

Next Article