Petrol Diesel Price Today : 7 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચ્યા ક્રૂડના ભાવ છતાં, ભારત સરકારે આમ આદમી ઉપર ભાવ વધારાનો બોજ ન ઝીક્યો

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : 7 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચ્યા ક્રૂડના ભાવ છતાં, ભારત સરકારે આમ આદમી ઉપર ભાવ વધારાનો બોજ ન ઝીક્યો
Petrol-Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 8:56 AM

Petrol Diesel Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. બ્રેન્ટ ક્રૂડ 93 ડોલર પ્રતિ બેરલથી વધી ગયું છે. જોકે રાહતના સમાચાર એ છે કે ક્રૂડની વધતી કિંમતો વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. આજે મંગળવાર માટે પણ IOCLએ પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા છે. આજે પણ ભાવમાં કોઈ વધારો થયો નથી.

આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 95.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. 4 નવેમ્બર, 2021 થી વાહનના ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લિટર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી. એવું માનવામાં આવે છે કે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકાર ઈંધણના દરો વધારવાનું ટાળી રહી છે.

ક્રૂડ ઓઇલમાં ઉછાળો

આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત 93 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. તેલનો આ દર છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ છે. તેમાં હજુ વધુ વેગ આવવાની ધારણા છે. માંગ કરતાં ઓછા વૈશ્વિક પુરવઠા, રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે વધતા તણાવ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ખરાબ હવામાનને કારણે ક્રૂડના ભાવ સતત વધી રહ્યા છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

નિષ્ણાતોનું કહેવું છે કે જોરદાર માંગને જોતા તેલની કિંમત ટૂંક સમયમાં 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. આ વર્ષે જ તેની કિંમતમાં લગભગ 20 ટકાનો વધારો દર્શાવી શકે છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : EPFO : કર્મચારીઓ માટે અગત્યના સમાચાર, 1 એપ્રિલથી આ PF એકાઉન્ટ્સ પર લાગશે ટેક્સ, જાણો તમારા પર શું થશે અસર

આ પણ વાંચો : Income Tax Alert: જો તમે રોકડમાં કરશો આ 5 વ્યવહાર, તો ઘરે આવશે ઇન્કમ ટેક્સ નોટિસ, જાણો શું છે નિયમ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">