Petrol Diesel Price: દેશમાં પેટ્રોલ ડિઝલની કિંમત ઓછી કરવા સરકાર એક્શનમાં, જાણો કેમ ભેગી કરાઈ રહી છે સરકારી અને ખાનગી કંપનીનાં જૂથ

|

Oct 20, 2021 | 6:01 PM

ઓપેક પ્લસ ઉત્પાદક દેશો તાજેતરમાં નવેમ્બરના ઉત્પાદનમાં 400,000 બેરલ પ્રતિ દિવસ (bpd) વધારો કરવાની યોજના સાથે સંમત થયા

Petrol Diesel Price: દેશમાં પેટ્રોલ ડિઝલની કિંમત ઓછી કરવા સરકાર એક્શનમાં, જાણો કેમ ભેગી કરાઈ રહી છે સરકારી અને ખાનગી કંપનીનાં જૂથ
Government in action to reduce petrol and diesel prices

Follow us on

Petrol Diesel Price: ભારત એક જૂથ બનાવી રહ્યું છે, જેમાં સરકારી અને ખાનગી રિફાઇનરી કંપનીઓને સાથે લાવવામાં આવશે, જેથી તેઓ ક્રૂડ ઓઇલની આયાત પર વધુ સારા સોદાની માગ કરી શકે. પેટ્રોલિયમ મંત્રાલયના સચિવ તરુણ કપૂરે મંગળવારે રોઇટર્સને આ માહિતી આપી હતી. દેશ તેલના વધતા ભાવની સમસ્યા સાથે ઝઝૂમી રહ્યો છે. ભારત, વિશ્વનો ત્રીજો સૌથી મોટો આયાતકાર દેશ, તેની ક્રૂડ જરૂરિયાતોના લગભગ 85 ટકા આયાત પર આધાર રાખે છે અને તે મોટા ભાગના મધ્ય પૂર્વ ઉત્પાદકો પાસેથી ખરીદે છે. 

રિફાઇનરી કંપનીઓનું જૂથ બે સપ્તાહના સમયગાળામાં એકવાર મળશે અને ક્રૂડની ખરીદી પર વિચારોની આપલે કરશે. પેટ્રોલિયમ મંત્રાલયના ટોચના અમલદાર કપૂરે રોઇટર્સને જણાવ્યું હતું કે કંપનીઓ સંયુક્ત વ્યૂહરચના બનાવી શકે છે અને જ્યારે પણ શક્ય હોય ત્યારે સંયુક્ત રીતે વાટાઘાટો કરી શકે છે. ભારતની સરકારી રિફાઇનરી કંપનીઓએ ભૂતકાળમાં કેટલાક ક્રૂડ ઓઇલની ખરીદી માટે સંયુક્ત રીતે વાટાઘાટો કરી હતી. 

રિપોર્ટ અનુસાર, પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠન અને તેના જોડાણ (OPEC+) એ વૈશ્વિક તેલના ભાવ ઘટાડવા માટે ઉત્પાદન વધારવું જોઈએ. તેમણે કહ્યું કે ઓપેક પ્લસને સમજવું જોઈએ કે આ યોગ્ય રીત નથી, તેઓએ ઉત્પાદન વધારવું જોઈએ. તેમણે આગળ કહ્યું કે જો માંગ વધી રહી છે અને તમે ઉત્પાદન વધારી રહ્યા નથી, તો તમે ફરક લાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. તેમણે રોઇટર્સને કહ્યું કે તેના કારણે કિંમતો વધી રહી છે અને આ યોગ્ય નથી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઓપેક પ્લસ ઉત્પાદક દેશો તાજેતરમાં નવેમ્બરના ઉત્પાદનમાં 400,000 બેરલ પ્રતિ દિવસ (bpd) વધારો કરવાની યોજના સાથે સંમત થયા છે. કપૂરે જણાવ્યું હતું કે તેલની વધતી કિંમતો ગ્રાહકોને અન્ય માર્ગો પર ખસેડવાની ગંભીરતાથી વિચારણા કરવા અથવા કોઈક રીતે ઓપેક તેલની માંગ ઘટાડવા માટે મજબૂર કરશે. તેમણે કહ્યું કે આવા ભાવો લાંબા સમય સુધી ટકી શકતા નથી.

Published On - 5:59 pm, Wed, 20 October 21

Next Article