PETROL – DIESEL સતત બીજા દિવસે મોંઘા થયા, જાણો આજનો ભાવ

Petrol price today 5th February: આજે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

PETROL - DIESEL સતત બીજા દિવસે મોંઘા થયા, જાણો આજનો ભાવ
Petrol Pump - File Photo
| Edited By: | Updated on: Feb 05, 2021 | 12:04 PM

Petrol diesel price today 5th February: આજે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 30-30 પૈસા પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો છે. ગુરુવારે પણ તેમાં 35 થી 35 પૈસા પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો હતો.

જો ઊંચા દરોની વાત કરીએ તો દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલ-86.95અને ડીઝલ 77.13 પ્રતિ લિટરના ઓલ ટાઇલ હાઈ રેટ્સ પર પહોંચી ગયું છે.તો રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ હવે 100 રૂપિયા પ્રતિ લિટરની નજીક છે. ઇન્દોરમાં પેટ્રોલની કિંમત 95 રૂપિયાથી માત્ર 7 પૈસા દૂર છે.

દેશના ચાર મહાનગરોમાં આજના પેટ્રોલ ડીઝલના પ્રતિ લીટર દર આ મુજબ છે.

CITY PETROL DIESEL
DELHI 86.95 77.13
MUMBAI 93.44 83.99
KOLKATA 88.31 80.71
CHENNAI 89.43 82.34