PETROL – DIESEL થયું મોંઘુ, જાણો આજના ભાવ

|

Feb 04, 2021 | 10:25 AM

આજે 4 ફેબ્રુઆરી 2021 ના રોજ ડીઝલ અને પેટ્રોલ(PETROL - DIESEL)નો દર વધ્યા છે. આજે દિલ્હીમાં પેટ્રોલનો દર લિટર દીઠ 35 પૈસા વધીને 86.65 રૂપિયા અને ડીઝલનો દર લિટર દીઠ 35 પૈસા વધીને 76.83 રૂપિયા નોંધાયો છે.

PETROL - DIESEL થયું મોંઘુ, જાણો આજના ભાવ
FUEL STATION- FILE PIC

Follow us on

આજે 4 ફેબ્રુઆરી 2021 ના રોજ ડીઝલ અને પેટ્રોલ(PETROL – DIESEL)નો દર વધ્યા છે. આજે દિલ્હીમાં પેટ્રોલનો દર લિટર દીઠ 35 પૈસા વધીને 86.65 રૂપિયા અને ડીઝલનો દર લિટર દીઠ 35 પૈસા વધીને 76.83 રૂપિયા નોંધાયો છે. સરકારી તેલ કંપનીઓ ભાવની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર જાહેર કરે છે.

ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગ્યાથી પેટ્રોલ અને ડીઝલના દર જારી કરે છે.આ ભાવ નક્કી કરવાનો આધાર વિદેશી વિનિમય દર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. આ ધોરણોના આધારે તેલ કંપનીઓ દરરોજ પેટ્રોલ રેટ અને ડીઝલ દર નક્કી કરવાનું કામ કરે છે.

તમે પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણ પર ચોક્કસ હિસ્સો ચૂકવો છો .તમે ઇંધણ ખરીદો છો ત્યારે પેટ્રોલ માટે 55.5 ટકા અને ડીઝલ માટે 47.3 ટકા ટેક્સ ચૂકવો છો.ડીલરો પોતાનું માર્જીન ઉમેરે છે. ગ્રાહકો ઉપર ટેક્સ અને માર્જિન ઉમેર્યા પછી ઈંધણનું ગ્રાહકોને પોતાને છૂટક ભાવે વેચાણ થાય છે. આ ખર્ચ પણ પેટ્રોલ દર અને ડીઝલ દરમાં ઉમેરવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દેશના ચાર મહાનગરોમાં આજે પ્રતિ લીટર પેટ્રોલ અને ડીઝલના ભાવ આ મુજબ છે
શહેર         પેટ્રોલ      ડીઝલ
દિલ્હી       86.65       76.83

કોલકાતા  88.01       80.41

મુંબઈ      93.20       83.67

ચેન્નાઇ    89.13        82.04

અમદાવાદ 83.90    82.69

Next Article