દિવાળીમાં મળેલા બોનસ અને રોકડ ભેટનું રોકાણ ક્યાં કરશો? આ બેંકો FD ઉપર વધુ સારું વળતર આપી રહી છે

ફિક્સ્ડ ડિપોઝિટને રોકાણ માટે સૌથી સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે. તાજેતરમાં ઘણી બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટના દરમાં વધારો કર્યો છે. આવી સ્થિતિમાં ઘણા રોકાણકારોનો ટ્રેન્ડ ફરી  FD તરફ વધી શકે છે. આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ, 5 લાખ રૂપિયા સુધીની ફિક્સ ડિપોઝિટ પર ડિપોઝિટ વીમા ગેરંટી પણ મળે છે.

દિવાળીમાં મળેલા બોનસ અને રોકડ ભેટનું રોકાણ ક્યાં કરશો? આ બેંકો FD ઉપર વધુ સારું વળતર આપી રહી છે
Fix Deposite Investment
| Edited By: | Updated on: Oct 25, 2022 | 7:01 AM

જો તમે બેંકમાં Fixed Deposit કરવાનો પ્લાન બનાવ્યો છે, તો તમે આ બેંકોમાં FD કરીને સારું વળતર મેળવી શકો છો. જેમાં કોઈ પણ પ્રકારનું જોખમ પણ  નથી અને તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. તમને જણાવી દઈએ કે ફિક્સ્ડ ડિપોઝિટને રોકાણ માટે સૌથી સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે. તાજેતરમાં ઘણી બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટના દરમાં વધારો કર્યો છે. આવી સ્થિતિમાં ઘણા રોકાણકારોનો ટ્રેન્ડ ફરી  FD તરફ વધી શકે છે. આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ, 5 લાખ રૂપિયા સુધીની ફિક્સ ડિપોઝિટ પર ડિપોઝિટ વીમા ગેરંટી પણ મળે છે. અહેવાલમાં અમે  તમને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), HDFC બેંક અને ICICI બેંક દ્વારા 1, 2, 3, 5 અને 10 વર્ષ માટે ઓફર કરવામાં આવતા FD વ્યાજ દરો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં રોકાણ તમારા માટે ફાયદાકારક બની શકે છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)

SBI એ 22 ઓક્ટોબરથી 2 કરોડ રૂપિયાથી ઓછી રિટેલ ટર્મ ડિપોઝિટ માટે વ્યાજ દરોમાં 0.8% સુધીનો ફેરફાર કર્યો છે. SBI હવે 1 વર્ષની થાપણો પર FD પર 5.5% વ્યાજ ઓફર કરે છે. ઉપરાંત, વ્યાજનો દર 2 વર્ષની મુદત માટે 6.1% અને 3 વર્ષની મુદત માટે 6.25% છે. 5 અને 10 વર્ષની મુદત માટે SBI FD વ્યાજ દર 6.1% છે. બેંક વરિષ્ઠ નાગરિકોને વધારાના 0.5% વ્યાજ પણ આપે છે.

HDFC Bank

HDFC બેંકે 11 ઓક્ટોબરથી FDના વ્યાજ દરમાં વધારો કર્યો છે. રૂ. 2 કરોડથી ઓછી થાપણો માટે, HDFC બેંક 1લા અને બીજા વર્ષની થાપણો પર 5.7% વ્યાજ ઓફર કરે છે. વધુમાં, બેંક 3 વર્ષની થાપણો પર 5.8% અને 5 વર્ષની થાપણો પર 6.1% વ્યાજ ઓફર કરે છે. HDFC બેંક 10 વર્ષની FD માટે 6% વ્યાજ ઓફર કરે છે. તે જ સમયે, વરિષ્ઠ નાગરિકોને 0.5% વધારાનું વ્યાજ મળી રહ્યું છે.

ICICI Bank

ICICI બેંકે 18 ઓક્ટોબરથી FDના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. 2 કરોડથી ઓછી થાપણો માટે, ICICI બેંક 1 વર્ષની થાપણો પર 5% અને 2 વર્ષની FD પર 5.8% વ્યાજ ઓફર કરે છે. બેંક 3 વર્ષની ડિપોઝિટ પર 6% અને 5 વર્ષની ડિપોઝિટ પર 6.2% વ્યાજ આપે છે. ICICI બેંક 10 વર્ષની FD માટે 6.1% વ્યાજ ઓફર કરે છે. ICICI બેંક વરિષ્ઠ નાગરિકોને વધારાનું 0.5% વ્યાજ પણ આપે છે.