ઓક્ટોબરમાં મ્યુચ્યુઅલ ફંડમાં SIP Investment રૂપિયા 13000 કરોડને પાર પહોંચ્યું, રોકાણ સર્વોચ્ચ સપાટીએ નોંધાયું

|

Nov 11, 2022 | 9:18 AM

SIP અથવા સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તમને તમારી પસંદગીની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરવાની તક આપે છે. તે સામાન્ય રીતે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં શરૂ કરવામાં આવે છે.

ઓક્ટોબરમાં મ્યુચ્યુઅલ ફંડમાં SIP Investment રૂપિયા 13000 કરોડને પાર પહોંચ્યું, રોકાણ સર્વોચ્ચ સપાટીએ નોંધાયું
Investors prefer SIP for long term

Follow us on

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ માટે SIP  દ્વારા રોકાણના સંદર્ભમાં ઓક્ટોબર મહિનો શ્રેષ્ઠ રહ્યો છે. રોકાણકારો લાંબા ગાળા માટે SIP પર મોટો દાવ લગાવી રહ્યા છે. ઓક્ટોબરમાં મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં માસિક રોકાણ રૂપિયા 13,040 કરોડની સર્વોચ્ચ સપાટીએ રહ્યું હતું જે સપ્ટેમ્બરમાં રૂ. 12976 કરોડ હતું. મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રની નિયમનકારી સંસ્થા એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયાના ડેટા અનુસાર મે મહિનાથી એસઆઈપી દ્વારા રોકાણ રૂપિયા 12,000 કરોડથી વધુ રહ્યું છે. જુલાઈમાં તે રૂ. 12,140 કરોડ, જૂનમાં રૂ. 12,276 કરોડ અને મે મહિનામાં રૂ. 12,286 કરોડ રહ્યુંહતું. એપ્રિલ 2022માં આ આંકડો 11,863 કરોડ રૂપિયા હતો.

આ સાથે, ચાલુ નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ સાત મહિનામાં કુલ SIP રોકાણ રૂ. 87,000 કરોડને વટાવી ગયું છે. નાણાકીય વર્ષ 2021-22માં, SIP દ્વારા કુલ રોકાણ રૂ. 1.24 લાખ કરોડની નજીક હતું.

Amfiના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) NS વેંકટેશે જણાવ્યું હતું કે “બજાર વૈશ્વિક પરિસ્થિતિઓ અને સ્થાનિક દરોમાં વધારાને લઈને પ્રતિક્રિયા આપી રહ્યું છે. જો કે, આ ઉતાર-ચઢાવ હોવા છતાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ સુગમતા દર્શાવી છે અને સતત ઊંચા યોગદાન સાથે SIP માં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ ઑક્ટોબર મહિનામાં 9.52 લાખ SIP એકાઉન્ટ ઉમેર્યા હતા, ત્યારબાદ કુલ ખાતાઓની સંખ્યા વધીને લગભગ 5.93 કરોડ થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન કુલ 31 યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેમાં 28 ઓપન એન્ડેડ અને 3 બંધ છે. આ યોજનાઓએ રૂ. 5439 કરોડ ઊભા કર્યા છે. Amfi અનુસાર, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ સંપત્તિ અંડર મેનેજમેન્ટ રૂ. 39.50 લાખ કરોડને પાર કરી ગઈ છે.

SIP ઇન્વેસ્ટમેન્ટ શું છે ?

SIP અથવા સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તમને તમારી પસંદગીની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરવાની તક આપે છે. તે સામાન્ય રીતે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં શરૂ કરવામાં આવે છે. બચત કરવાની ઘણી રીતો છે, પરંતુ બચતની સાથે રોકાણની રકમ વધારવી એ જ સાચા અર્થમાં બચત કરવાનો સારો માર્ગ છે. આપણે બચત કરેલી રકમનું રોકાણ ઘણી જગ્યાએ કરી શકીએ છીએ અને નફો વધારી શકીએ છીએ પરંતુ જો આપણે નિયમિત અને સંતુલિત નાણાં મેળવવા માંગતા હોય તો આપણે SIP દ્વારા બચત કરેલી રકમનું રોકાણ કરવું જોઈએ.

Published On - 6:48 am, Fri, 11 November 22

Next Article