ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનો પર હવે લાગશે 28% GST, સિનેમા હોલમાં ફુડ થશે સસ્તું

|

Jul 12, 2023 | 11:15 AM

GST council meeting outcomes : GST કાઉન્સિલની 50મી બેઠક પૂર્ણ થઈ ગઈ છે. GST કાઉન્સિલની આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સાંજે પ્રેસ બ્રીફિંગ કરીને આ નિર્ણયોની જાણકારી આપી હતી.

ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનો પર હવે લાગશે 28% GST, સિનેમા હોલમાં ફુડ થશે સસ્તું
GST

Follow us on

GST કાઉન્સિલની (GST council meeting) બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. GST કાઉન્સિલની 50મી બેઠક મંગળવારે નવી દિલ્હીમાં મળી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. સીતારમણે મંગળવારે સાંજે પ્રેસ બ્રીફિંગ કરીને બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી.

GST કાઉન્સિલ ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનોના સંપૂર્ણ મૂલ્ય પર 28 ટકા GST વસૂલવા સંમત થઈ છે. સાથે જ હવે સિનેમા હોલમાં ખાવાનું પણ સસ્તું થશે. GST કાઉન્સિલે સિનેમા હોલમાં ખાવા-પીવાની વસ્તુઓ પર GST ઘટાડવાનો નિર્ણય લીધો છે.

GST કાઉન્સિલે સિનેમા હોલમાં પીરસવામાં આવતા ફૂડ પરનો ટેક્સ ઘટાડીને 5% કર્યો છે. આ સિવાય હવે આયાતી કેન્સરની દવાઓ પર IGST લાગુ નહીં થાય. GST કાઉન્સિલની બેઠકમાં GST ટ્રિબ્યુનલની રચનાને પણ મંજૂરી આપવામાં આવી છે.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

સિનેમાગૃહમાં વેચાતી પોપકોર્ન પર GST દર ઘટાડાતા હવે સરકારને કેટલી આવક થાય ?

GST કાઉન્સીલની બેઠકમાં સિનેમાગૃહોમાં વેચાતી પોપકોર્ન ઉપર જીએસટી 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દેવાયો છે. GST કાઉન્સીલના આ નિર્ણયને પગલે, સરકારને આવકમાં ઘટાડો થશે. પરંતુ પોપકોર્નની સસ્તી થવાથી પ્રેક્ષકો વધુ ખરીદે તેવી સંભાવના છે. આ સમગ્ર બાબતને આપણે ઉદાહરણ સાથે સમજીએ…

માની લો કે દેશમાં આવેલ મલ્ટીપ્લેક્ષ સિનેમાગૃહો અને સિંગલ સ્ક્રીન સિનેમાગૃહોની જે કુલ બેઠક છે તે 31 લાખ 52 હજાર છે. માની લો કે આ તમામ બેઠક ફિલ્મના દરેક શો માટે હાઈસફુલ થાય છે. અને તેમાંથી 10 ટકા લોકો મલ્ટીપ્લેક્ષ સિનેમાગૃહો અને સિંગલ સ્ક્રીન સિનેમાગૃહોમાં આવેલ કેન્ટીનમાંથી પોપકોર્ન ખરીદે છે.

એક પોપકોર્નની ખરીદ કિંમત 100 રૂપિયા ગણીએ તો, 31 લાખ 52 હજારના 10 ટકા લેખે 3,15,200 પ્રેક્ષકો થાય. આ 3,15,200 પ્રેક્ષકો 100 રૂપિયાની કિંમતે વેચાતી પોપકોર્ન ખરીદે તો સમગ્ર દેશમાં એક દિવસમાં, 3,15,20,000 રૂપિયાની પોપકોર્ન વેચાય. આ કિંમત ઉપર સરકાર 18 ટકા લેખે જીએસટી વસૂલવામાં આવતી હતી તેને ધ્યાને લઈએ તો સરકારને 56,73,600ની આવક થઈ હોઈ શકે છે.

પરંતુ હવે જીએસટીનો દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવાતા આવકમાં ધટાડો થશે. હવે આ ટકાવારી મુજબ ગણતરી કરીએ તો પોપકોર્ન પર ઓછા દરે એટલે કે 5 ટકાના દરે જીએસટી વસૂલે તો 15,76,000ની આવક થાય. GST કાઉન્સીલ દ્વારા જાહેર કરેલ પોપકોર્ન પર 5 ટકાના દરે જીએસટી વસૂલે તો સરકારને હવે વર્ષે દહાડે રૂપિયા 57,52,40,000ની આવક થવા પામે.

આ પણ વાંચો : GST on Popcorn: સિનેમાગૃહોમાં વેચાતી પોપકોર્ન પર GST વસુલાય તો સરકારને રોજ આટલા લાખની થાય આવક, સમજો સમગ્ર ગણિત

સિનેમા હોલમાં હવે ભોજન સસ્તું થશે

જો તમે ફિલ્મના શોખીન છો તો તમારા માટે એક સારા સમાચાર છે. GST કાઉન્સિલની 50મી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સિનેમા હોલમાં પીરસવામાં આવતા ફૂડ પરનો GST રેટ ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. અગાઉ તે 18 ટકા હતો.

જ્યારે હોબાળો થયો

GST કાઉન્સિલની બેઠક શરૂ થતાની સાથે જ ઘણા રાજ્યો એક મુદ્દે વિરોધમાં આવી ગયા હતા. વિપક્ષી સરકારો સાથેના વિવિધ રાજ્યોએ આ બેઠકમાં એક નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી હતી. આ નિર્ણયમાં, EDને GST નેટવર્ક (GSTN) સાથે માહિતી શેર કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેને ‘ટેક્સ ટેરરિઝમ’ ગણાવતા પંજાબની આમ આદમી પાર્ટી સરકારના નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ કહ્યું કે નાના વેપારીઓ તેનાથી ડરી ગયા છે.

આ પુનરાવર્તન છે

નાણા મંત્રાલયે એક સૂચના દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2022માં સુધારો કર્યો છે. આ અંતર્ગત, GSTની ટેક્નોલોજી આર્મને હેન્ડલ કરતી GSTNને એવી સંસ્થાઓની યાદીમાં સામેલ કરવામાં આવી છે જેની સાથે ED માહિતી શેર કરી શકે છે.

Published On - 8:09 pm, Tue, 11 July 23

Next Article