
શેરબજારમાં ચાલી રહેલી તેજીને લઈ સમાચાર તો ચર્ચામાં છે પણ આ તેજીની આગાહી આજથી 22 દિવસ પહેલા જ ટીવી9 ગુજરાતીની ડિજીટલ માધ્યમથી જાણીતા જ્યોતિષી ચેતન પટેલે કરી હતી. આ આગાહી અંકશાસ્ત્રને લઈ કરવામાં આવી હતી જે બિલકુલ સાચી ઠરી રહી છે.
આંકડાઓની વાત કરીએ તો લખાઈ રહ્યું છે ત્યાર સુધી સેન્સેક્સ અત્યારે 68,700, નિફ્ટી ફયૂચર 20790, બેંક નિફ્ટી ફયૂચર 46425 ચાલી રહી છે જે તેજીનો તોખાર દર્શાની રહ્યા છે. મિત્રો આ આંકડાશાસ્ત્રની ગણતરીને લઈ કરવામાં આવેલી આગાહી હતી જે સાચી પુરવાર થઈ છે. આ સાથે અમે પ્રકાશિત કરેલી જુની સ્ટોરી પણ આપની સાથે શેર કરી રહ્યા છે સાથે આજની સ્થિતિ દર્શાવતી નવી વિગતો પણ રજુ કરી રહ્યા છે.
જ્યોતિષી ચેતન પટેલેના જણાવ્યા અનુસાર ટ્રેડર્સ અને રોકાણકારોને ખૂબ મોટો લાભ થશે તેવો જ લાભ થઈ રહ્યો છે .ભારતીય બજાર નો સૂચક આંક સેન્સેક્સ 65259 બંધ આવ્યો છે અંકશાસ્ત્ર અનુસાર તેના મેજીકલ અંક 65250ની ઉપર બંધ આવ્યો છે જે અહીંથી ટાર્ગેટ 67,950 ,70,000 72000 સુધી ની તેજી બતાવી રહ્યો છે.
સેન્સેક્સ નો પહેલો ટાર્ગેટ 67,950 હતો તે આવી ગયો છે અને અત્યારે 68588 ચાલે છે .વાત કરીએ નિફ્ટી ફ્યુચરની તો તે મુહર્ત સોદા બાદ 19536 બંધ આવી છે જે પણ તેના મેજિકલ અંક 19530 થી ઉપર છે જે પણ મોટી તેજીના સંકેત આપે છે તે પ્રમાણે તેનો પહેલો ટાર્ગેટ 20206 આવે છે અને 20206 ની ઉપર ટ્રેડ કરતાં 20900,અને 22000 સુધીની તેજી થઈ શકે છે
નિફ્ટી ફ્યુચર નો પહેલો ટાર્ગેટ 20206 આવી ગયો છે અને અત્યારે 20745 ચાલે છે, મુહર્ત સોદા માં બેંક નિફ્ટી ફ્યુચર 44042 બંધ આવી છે જે પણ તેની મેજીકલ ફિગર 44000 છે તેંની ઉપર છે તે પણ મોટી તેજી બતાવે છે તે મુજબ અપ સાઇડ માં 46400, 48000 અને 52000 સુધી ની તેજી થઈ શકે છે ,અત્યારે હાલમાં બેંક નિફ્ટી ફ્યુચર 46260 ચાલે છે તે પણ ટૂંક સમયમાં તેના પહેલા ટારગેટ સુધી પહોંચી જશે,જે 46400 છે.
આ સાતે જુની સ્ટોરીમાં કરેલો ઉલ્લેખ પણ આપ જોઈ શકશો કે જ્યારે આ લખવામાં આવ્યું હતું ત્યારે આંકડા શું હતા અને હાલમાં શેરબજારના આંકડા કઈંક અલગ ચાલી રહ્યા છે.