ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કે (Ujjivan Small Finance Bank) તેના ગ્રાહકો માટે એક ખાસ સુવિધા શરૂ કરી છે. બેંક તેના ગ્રાહકો માટે અનલિમિટેડ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા લાવી છે. આમાં ગ્રાહકો કોઈપણ ચાર્જ ચૂકવ્યા વગર બેંકની એટીએમ અને શાખાઓમાંથી અનલિમિટેડ ઉપાડ અને થાપણો કરી શકે છે. આજે વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ છે. આ પ્રસંગે બેંકે આ સેવાની જાહેરાત કરી છે.
તાજેતરમાં જ ભારતીય રિઝર્વ બેન્કે ATM માંથી રોકડ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો હતો. RBIએ લગભગ 9 વર્ષ પછી ATM ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટરચેન્જ ફી વધારવાની મંજૂરી આપી હતી. આ નિર્ણય જૂનમાં લેવામાં આવ્યો હતો. RBIએ 1 જાન્યુઆરી, 2022થી ગ્રાહકો પાસેથી ગ્રાહકો પાસેથી 21 રૂપિયા વસૂલવાની મંજૂરી આપી છે. હાલમાં બેંકોને આ માટે મહત્તમ 20 રૂપિયા ચાર્જ કરવાની છૂટ છે. આરબીઆઈએ નાણાકીય વ્યવહારો માટે 15 થી 17 રૂપિયા અને બિન-નાણાકીય વ્યવહારો માટે 5 થી 6 રૂપિયા સુધી ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવાની મંજૂરી આપી છે. આ 1 ઓગસ્ટ 2021થી લાગુ કરવામાં આવ્યું છે.
Enjoy unlimited transactions at any Ujjivan Small Finance Bank ATM or bank branch. Withdraw and deposit money without any second thoughts. Wishing you a very happy World Senior Citizens Day!#UjjivanSFB #WorldSeniorCitizensDay pic.twitter.com/Vt3DuUpJb6
— Ujjivan Small Finance Bank (@UjjivanBank) August 21, 2021
19 ઓગસ્ટના રોજ, ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંકના એમડી નીતિન ચુગે એમડી અને સીઈઓ તરીકે રાજીનામું આપ્યું હતું. તેમનું રાજીનામું 30 સપ્ટેમ્બર 2021થી લાગુ થશે. સ્ટોક એક્સચેન્જ બીએસઈને આપેલી માહિતીમાં બેન્કે જણાવ્યું કે, 18 ઓગસ્ટના રોજ નીતિન ચુગ તરફથી એક પત્ર મળ્યો હતો. તેમણે અંગત કારણોસર આ પગલું ભર્યું છે.
ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કે મે 2019માં નીતિન ચુગને ત્રણ વર્ષના સમયગાળા માટે મેનેજિંગ ડિરેક્ટર (MD) અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિયુક્ત કર્યા હતા. સમિત ઘોષને છોડ્યા બાદ તેમને આ પદ મળ્યું.
આ પણ વાંચો: ગૌતમ અદાણીને મોટો ફટકો, સેબીએ Adani Wilmar આઈપીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
Published On - 5:52 pm, Sat, 21 August 21