હવે સપનાનું ઘર મેળવવું વધુ સરળ બનશે, LIC Housing Finance એ HOME LOAN પરના વ્યાજ દરમાં ઐતિહાસિક ઘટાડો કર્યો

|

Jul 03, 2021 | 8:17 AM

લોન પરના વ્યાજના દરમાં રૂપિયા 50 લાખ સુધીની લોનનું વ્યાજ ઓલ ટાઈમ લો(all time low) કરી દેવાયું છે જો કે, આ યોજના 31 ઓગસ્ટ સુધી લાગુ રહેશે અને લોનનો પ્રથમ હપ્તા 30 સપ્ટેમ્બર પહેલા ભરવો પડશે.

હવે સપનાનું ઘર મેળવવું વધુ સરળ બનશે, LIC Housing Finance એ HOME LOAN પરના વ્યાજ દરમાં ઐતિહાસિક ઘટાડો કર્યો
LIC Housing Finance

Follow us on

એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે (LIC Housing Finance) હોમ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.આ ફેરફારમાં લોન પરના વ્યાજના દરમાં રૂપિયા 50 લાખ સુધીની લોનનું વ્યાજ ઓલ ટાઈમ લો(all time low) કરી દેવાયું છે જો કે, આ યોજના 31 ઓગસ્ટ સુધી લાગુ રહેશે અને લોનનો પ્રથમ હપ્તા 30 સપ્ટેમ્બર પહેલા ભરવો પડશે. એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ હોમ લોન્સ પરનો નવો વ્યાજ દર 6.66 ટકા થઇ ગયો છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

હજુ SBI HOME LOAN ના દર વધુ કિફાયતી
હાલમાં SBI હોમ લોન પર સૌથી ઓછો વ્યાજ દર છે. SBI નું લઘુતમ વ્યાજ દર 6.65 ટકા છે.
LIC દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નવા દર નવા પગારદાર લોકોને આપવામાં આવશે. હોમ લોન સેગમેન્ટમાં કંપનીએ અત્યાર સુધીનો સૌથી નીચો દર આપ્યો છે. નવા દર લોન લેનારાની ઋણ ક્ષમતા પર આધારીત રહેશે તેમ નિવેદનમાં જણાવાયું છે. આ માટે તેમનો CIBIL Score મહત્વનો રહેશે.

સેન્ટિમેન્ટ સુધારવા આ પગલું લેવામાં આવ્યું
એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વાય વિશ્વનાથ ગૌરે જણાવ્યું હતું કે, “મહામારીની અસરને ધ્યાનમાં રાખીને અમે એવા દરની ઓફર કરવા માગીએ છીએ જે સુધારણા અને વધુ લોકોને તેમના સ્વપ્નના ઘર તરફ આગળ વધવામાં મદદ કરશે. અમને આશા છે કે આ રેટ ઘટાડાથી ગ્રાહકોનો આત્મવિશ્વાસ વધશે અને આ ક્ષેત્રના પુનર્જીવનમાં મદદ મળશે. ”

LIC HomY App પર પણ સુવિધા ઉપલબ્ધ
એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે 6.66 ટકા સાથે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીએ વધુમાં વધુ 30 વર્ષના સમયગાળા માટે હોમ લોન પરના સૌથી નીચા દરની ઓફર કરી છે. લોકો હોમ લોન માટે LIC HomY App ઉપર પણ અરજી કરી શકે છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકો એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સની ઓફિસની મુલાકાત લીધા વિના તેમની લોન અરજીની સ્થિતિ ચકાસી શકે છે.

Next Article