હવે મોબાઈલ ક્ષેત્રે ઝંપલાવશે Tata Group, ભારતમાં બનાવશે iPhone

|

Jul 11, 2023 | 6:36 PM

Made in India iPhone : Tata ટૂંક સમયમાં ભારતમાં iPhone બનાવશે. આ માટે કંપની એપલ સપ્લાયર વિસ્ટ્રોન કોર્પ સાથે વાતચીત કરી રહી છે.

હવે મોબાઈલ ક્ષેત્રે ઝંપલાવશે Tata Group, ભારતમાં બનાવશે iPhone
Made in India iPhone

Follow us on

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું ટાટા ગ્રૂપ ( Tata Group) ટૂંક સમયમાં મોબાઈલ ફોન બનાવવાના બિઝનેસમાં પ્રવેશવા જઈ રહ્યું છે. ટાટા ગ્રુપ ટૂંક સમયમાં આઈફોનનું ઉત્પાદન શરૂ કરી શકે છે. કંપની એપલ સપ્લાયર વિસ્ટ્રોન કોર્પ સાથે વાતચીત કરી રહી છે. ટૂંક સમયમાં બંને વચ્ચે ડીલ થઈ શકે છે. જો ડીલ ફાઈનલ થઈ જશે તો ટાટા ગ્રુપ આઈફોન બનાવનારી દેશની પ્રથમ કંપની બની જશે.

તમને જણાવી દઈએ કે, iPhone નિર્માતા વિસ્ટ્રોનનો પ્લાન્ટ કર્ણાટકમાં છે. ડીલ થયા બાદ ટાટા કર્ણાટકમાં પ્લાન્ટને ટેકઓવર કરી શકે છે. ટાટાનું આ પગલું ચીનને ટક્કર આપશે.

આ પણ વાંચો : Tech Tips: સેકન્ડ હેન્ડ એન્ડ્રોઇડ અને આઇફોન ખરીદતા પહેલા આ 5 બાબતોનું રાખો ધ્યાન

શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો

$1.8 બિલિયન ફોન બનાવવાનું લક્ષ્ય છે

તાઈવાનની વિસ્ટ્રોન કંપની કોન્ટ્રાક્ટ પર ઈલેક્ટ્રોનિક વસ્તુઓ બનાવે છે. તાજેતરમાં, કંપનીએ કર્ણાટક પ્લાન્ટમાંથી આ વર્ષે $1.8 બિલિયનના આઇફોન બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. કંપની આવું કરવા માંગે છે જેથી તેને સરકારી પ્રોત્સાહન મળી શકે. કંપની આવતા વર્ષ સુધીમાં તેના કર્મચારીઓની સંખ્યા ત્રણ ગણી વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

તમને જણાવી દઈએ કે, વિસ્ટ્રોન ભારતમાં આઈફોન  ન્યુફેક્ચરિંગમાંથી બહાર નીકળવા માંગે છે. જે બાદ હવે ટાટાએ આ કંપનીને ખરીદવામાં રસ દાખવ્યો છે. જો કે ટાટા, વિસ્ટ્રોન અને એપલે આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. મળતી માહિતી મુજબ ટાટા અને વિસ્ટ્રોન વચ્ચે વાતચીત ચાલી રહી છે. તેઓ ઓગસ્ટમાં ડીલને અંતિમ સ્વરૂપ આપી શકે છે. જો ટાટાની આ ડીલ થશે તો ટાટા ભારતમાં iPhone બનાવનારી પ્રથમ કંપની બની જશે. આ સાથે જ મેડ ઈન ઈન્ડિયા આઈફોન ટૂંક સમયમાં માર્કેટમાં જોવા મળશે.

ચીન સાથે સ્પર્ધા કરશે

સરકાર વિદેશી કંપનીઓને તેમના ઉત્પાદન અને કાર્યબળ વધારવા માટે પ્રોત્સાહનો આપી રહી છે. કોરોના બાદ સપ્લાયની સમસ્યા અને અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા તણાવને કારણે વિદેશી કંપનીઓ ચીન પર વધુ નિર્ભર છે. આવી સ્થિતિમાં વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આગળ આવી રહી છે. ટાટા ગ્રુપે તાજેતરમાં ઈલેક્ટ્રોનિક ઉત્પાદનમાં પ્રવેશ કર્યો છે. તમિલનાડુમાં કંપનીની ફેક્ટરીમાં આઈફોનની ચેસીસ એટલે કે ડિવાઈસની મેટલ બેકબોન બનાવવામાં આવે છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:23 pm, Tue, 11 July 23

Next Article