તહેવારમાં કાળજીપૂર્વક સ્વીકારો ગીફ્ટ, મોંઘી ગીફટ પર લાગી શકે છે ટેક્સ

ધારો કે મિલકત કોઈ ચોક્કસ સંબંધીને ભેટ (જંગમ અથવા સ્થાવર) તરીકે આપવામાં આવે છે તો પ્રાપ્તકર્તા પર કોઈ ટેક્સ લાગશે નહીં. ભેટ મેળવનાર વ્યક્તિએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. પરંતુ આ નિયમની બીજી બાજુ પણ છે.

તહેવારમાં કાળજીપૂર્વક સ્વીકારો ગીફ્ટ, મોંઘી ગીફટ પર લાગી શકે છે ટેક્સ
ગીફ્ટ પર લાગી શકે છે ટેક્સ
| Edited By: | Updated on: Oct 19, 2021 | 11:39 PM

તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે લોકો એકબીજાને શુભેચ્છા પાઠવવા માટે અને લાગણી દર્શાવવા માટે ભેટો આપતા હોય છે. સામાન્ય રીતે જન્મદિવસ પર મોટા તહેવારો પર લોકો પોતાના નજીકના સંબંધીને મોંઘી ગીફ્ટ આપતા હોય છે. ત્યારે સામાન્ય લોકો માટે જાણવું જરૂરી છે કે કઈ મોંઘી ગીફ્ટ પર ટેક્સ લાગે છે અને તેના નિયમો શું છે.

 

જો તમે નાણાકીય વર્ષમાં 50,000 રૂપિયા સુધીની ભેટ લો છો તો તે કરમુક્ત છે. જો આ રકમથી વધુ ભેટ તરીકે લેવામાં આવે તો તે સમગ્ર રકમ પર ટેક્સ ચૂકવવો પડે છે. ધારો કે તમે એક વર્ષમાં ભેટ તરીકે 80,000 રૂપિયા લીધા છે તો આ સમગ્ર આવક તમારી આવકમાં ઉમેરાશે. તમે જે ટેક્સ સ્લેબમાં આવો છો તે મુજબ તમારે આખી રકમ પર ટેક્સ ચૂકવવો પડશે.

 

આ ભેટની રકમ ‘અન્ય સ્રોતોમાંથી આવકમાં’ રાખવામાં આવે છે અને તેના આધારે કરની ચુકવણી કરવી પડતી હોય છે. આવકવેરા અધિનિયમની કલમ 56 (2) હેઠળ સોનું, રોકડ અથવા ભેટ તરીકે મળેલા શેર પર આવકવેરાના સ્લેબ મુજબ કર લાગશે.

 અમુક કિસ્સામાં મળે છે રાહત

જો બે નજીકના સંબંધીઓ વચ્ચે ભેટ આપવામાં આવે તો આવકવેરાના નિયમોમાં રાહત આપવાની જોગવાઈ છે. ધારો કે મિલકત કોઈ ચોક્કસ સંબંધીને ભેટ (જંગમ અથવા સ્થાવર) તરીકે આપવામાં આવે છે તો પ્રાપ્તકર્તા પર કોઈ ટેક્સ લાગશે નહીં. ભેટ મેળવનાર વ્યક્તિએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

 

અહીં સંબંધીઓ એટલે માતા -પિતા, પત્ની કે પતિ, ભાઈ -બહેન, પતિ કે પત્નીના ભાઈ અથવા બહેન કોઈ પણ પુરુષ કે સ્ત્રી જે પતિ કે પત્નીના વંશજમાંથી હોય. આમ, લોહીનો સબંધ ધરાવતી વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી ભેટની કિંમત 50,000થી વધારે હોય તો પણ તે ટેક્સ ફ્રી રહેશે.

 

આ ઉપરાંત જે તે વ્યક્તિને પોતાના લગ્ન પ્રસંગે મળેલી ભેટ પર પણ કોઈ ટેક્સ ચુકવવાનો રહેતો નથી. પછી ભલે તે કોઈ પણ સંબંધી દ્વારા આપવામાં આવી હોય. એટલે કે લગ્ન સમયે લોહીનો સંબંધ ધરાવતી વ્યકિ્ત જ નહીં પરંતુ કોઈ પણ સંબંધી કોઈ  મોંઘી ભેટ આપી શકે છે. તેના પર ટેક્સ લાગશે નહીં.

કેવી રીતે થાય છે ટેક્સની ગણતરી

ભેટ પર લગાવવામાં આવ તો ટેક્સ કોઈ એક ભેટ પર નહીં, પરંતુ પુરા નાણાકીય વર્ષમાં મળેલી તમામ ભેટ પર લાગે છે. એટલે કે માની લો તમને એક ગીફટ 51,000ની મળી છે અને બીજી ભેટની કિંમત 40,000 છે તો તમારે ફક્ત 51,000ની કિંમતવાળી ભેટ પર જ નહીં, પરંતુ ગીફટની કુલ કિંમત 91,000 પર ટેક્સ ચુકવવાનો રહેશે.

 

આ પણ વાંચો :  Gold Price Today : સોનું મોંઘુ થયું, ચાંદીના ભાવ પણ વધ્યા, જાણો કેટલી કિંમતો વધી

Published On - 11:35 pm, Tue, 19 October 21