Nitin Gadkari YouTube Income: કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) સોશિયલ મીડિયાના માસ્ટર છે. તે યુટ્યુબથી દર મહિને 4 લાખ રૂપિયાની કમાણી કરે છે. તેમણે પોતે ઈન્ડિયન ઈકોનોમિક કોન્ક્લેવ IEC 2023માં આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે યુટ્યુબ પર તેમના લાખો ફોલોઅર્સ છે અને તે દર મહિને તેમના ભાષણો, લેક્ચર્સ અને વીડિયોથી લાખોની કમાણી કરે છે.
IEC 2023માં પરિવહન મંત્રીએ કહ્યું કે લોકો તેમની યુટ્યુબ ચેનલ પરના વીડિયોને ખૂબ પસંદ કરે છે. તેમના દરેક વીડિયો પર હજારો વ્યૂઝ, લાઈક્સ અને કોમેન્ટ્સ આવે છે. તે જ સમયે, તેમની યુટ્યુબ ચેનલ પર 5 લાખથી વધુ સબ્સ્ક્રાઈબર્સ છે. આજકાલ સોશિયલ મીડિયા કમાણીનો સરળ રસ્તો બની ગયો છે. દરેક વ્યક્તિ પોતાની ટેલેન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબથી કમાણી કરે છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઈન્ડિયન ઈકોનોમિક કોન્ક્લેવ 2023માં જણાવ્યું હતું કે તેમણે વર્ષ 2015માં પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. જેનાથી તે હવે દર મહિને 4 લાખ રૂપિયાની કમાણી કરે છે. તેમને યુટ્યુબ પરથી દર મહિને રોયલ્ટી તરીકે 4 લાખ રૂપિયા મળે છે. કોરોનાકાળ દરમિયાન તેમણે તેમની ચેનલ પર ઘણુ બધુ કન્ટેન્ટ શેર કર્યુ છે, જેને દર્શકોએ પસંદ કર્યુ છે.
નીતિન ગડકરીએ કહ્યું કે કોરોના દરમિયાન તેમણે લોકો સાથે તેમનો સહયોગ વધાર્યો હતો. નીતિન ગડકરીને પણ રસોઈ બનાવવી ગમે છે. તેથી કોરોના દરમિયાન તેમણે તેમની ચેનલ પર રસોઈથી લઈને લેક્ચર સુધીના વીડિયો મુકવાનું શરૂ કર્યું. માત્ર કોરોના દરમિયાન જ તેમણે લગભગ 950 ઓનલાઈન લેક્ચર આપ્યા છે. તેમણે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં ભણતા બાળકોને પણ લેક્ચર આપ્યા હતા. બાદમાં તેમણે વિદ્યાર્થીઓ માટે તમામ લેક્ચર તેમની ચેનલ પર મૂક્યા છે.