નાણામંત્રી નિર્મલા સીતારમણની કોર્પોરેટને અપીલ, ટેક્સમાં મળી છે રાહત તો હવે ખીસ્સુ ઢીલુ કરો

|

Feb 05, 2022 | 7:08 PM

1 ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરતા, નાણામંત્રી નિર્મલા સીતારમણે નવા ઉત્પાદન એકમો માટે કોર્પોરેટ ટેક્સના 15 ટકા દરની સમયમર્યાદા માર્ચ 2024 સુધી લંબાવી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણની કોર્પોરેટને અપીલ, ટેક્સમાં મળી છે રાહત તો હવે ખીસ્સુ ઢીલુ કરો
Nirmala Sitharaman (File Image)

Follow us on

શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) ઈન્ડિયા ઈન્કને દેશની અર્થવ્યવસ્થાને ઝડપી બનાવવામાં મદદ કરવા જણાવ્યું હતું. નાણામંત્રીએ કંપનીઓને ખાનગી રોકાણ વધારવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે સરકારે તમારા માટે કોર્પોરેટ ટેક્સમાં (Corporate tax) ઘટાડો કર્યો છે. આ ઉપરાંત ઘણા ક્ષેત્રોમાં ખાનગી ખેલાડીઓને પણ પ્રવેશ આપવામાં આવ્યો છે.

હવે ખાનગી ખેલાડીઓનો વારો છે. તેઓ અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરે. કોરોના પહેલા સરકારે સપ્ટેમ્બર 2019માં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો હતો. જે કંપનીઓ ટેક્સ ઈન્સેન્ટિવનો લાભ લઈ રહી ન હતી તેમને પણ આ લાભ આપવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર 2019માં, મૂળભૂત કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટાડીને 22 ટકા અને નવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે 25 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો હતો.

1 ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરતા, નાણામંત્રી નિર્મલા સીતારમણે નવા ઉત્પાદન એકમો માટે કોર્પોરેટ ટેક્સના 15 ટકા દરની સમયમર્યાદા માર્ચ 2024 સુધી લંબાવી હતી. CII કાર્યક્રમને સંબોધતા નાણામંત્રીએ ઉદ્યોગોને કહ્યું કે હવે ઉદ્યોગોએ તેનો લાભ ઉઠાવવો જોઈએ અને દેશની અર્થવ્યવસ્થાને બૂસ્ટ કરવામાં મદદ કરવી જોઈએ.

ભારતના સૌથી શિક્ષિત વ્યક્તિ, તેમની ડિગ્રીઓ જાણીને તમને આશ્ચર્ય થશે
IPLમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર ખેલાડીઓ
Video : કે. એલ રાહુલના ઘરે દીકરીના જન્મની દિલ્હીના ખેલાડીઓએ આ રીતે કરી ઉજવણી
સચિનની લાડલી સારા એ કર્યો કમલ, ફરતા ફરતા કરશે લાખોની કમાણી..!
Cheapest Alcohol : આ દેશમાં મળે છે સૌથી સસ્તો દારુ, જાણી લો નામ
Peepal Leaf Benefits: ફેફસાને રોગ મુક્ત બનાવશે આ ઝાડના પાન, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

સરચાર્જ 12 ટકાથી ઘટાડીને 7 ટકા કર્યો

આ બજેટમાં સહકારી મંડળીઓ માટે 18 ટકાનો વેરો ઘટાડીને 15 ટકા અને સરચાર્જ 12 ટકાથી ઘટાડીને 7 ટકા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. તેમજ આવકનો આધાર વધારીને 1 કરોડને બદલે 10 કરોડ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ડાયરેક્ટ અને ઇન-ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વધી રહ્યું છે

મહેસૂલ સચિવ તરુણ બજાજે શુક્રવારે જણાવ્યું હતું કે સરકાર ઇચ્છે છે કે સ્થાનિક કંપનીઓ ભારતમાં તેમના નવા ઉત્પાદન એકમો ઝડપથી સ્થાપે અને તેથી 15 ટકાના રાહત કરનો દર માર્ચ 2024 સુધી એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. બજાજે કહ્યું કે પ્રત્યક્ષ અને પરોક્ષ કર વસૂલાત વધી રહી છે અને તેમાં સારી વૃદ્ધિ થઈ રહી છે. આનો અર્થ એ થયો કે કોર્પોરેટ સેક્ટર સારું પ્રદર્શન કરી રહ્યું છે, અને ભારતનો કર અને જીડીપી રેશિયો ચાલુ વર્ષમાં “અત્યાર સુધીનો સૌથી વધુ” હોઈ શકે છે.

આ પણ વાંચો :  Mukesh Ambani એ ખરીદી દેશની સૌથી મોંઘી કાર, કિંમત અને રજીસ્ટ્રેશન પાછળ કરાયેલ ખર્ચ જાણશો તો ઉડી જશે હોશ !!!