કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) સોમવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાણા મંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં સુધારાલક્ષી વ્યાપાર વાતાવરણ બનાવવા અને રોકાણ આકર્ષિત કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવશે, જેથી દેશના વિકાસને વેગ મળી શકે. નાણા મંત્રાલયે ટ્વીટ કર્યું કે નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી અને ભાગવત કરાડ પણ 15 નવેમ્બરે યોજાનારી આ વર્ચ્યુઅલ મીટિંગમાં ભાગ લેશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોના સચિવો, રાજ્યોના મુખ્ય સચિવો અને નાણા સચિવો પણ બેઠકમાં હાજરી આપશે.
મંત્રાલયે જણાવ્યું હતું કે બેઠકમાં ચર્ચાનો વિષય રોકાણ વધારવા માટે અનુકૂળ ઈકોસિસ્ટમ બનાવવાનો રહેશે. આ સિવાય વૃદ્ધિને પ્રોત્સાહન આપવાના પગલાં, સુધારા, રોકાણને પ્રોત્સાહન આપવા અને સુધારા આધારિત બિઝનેસ વાતાવરણની રચના અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
આ બેઠક કોવિડ-19ની બે લહેરો પછી અર્થવ્યવસ્થામાં ઝડપી પુનરુદ્ધાર અને કેન્દ્ર સરકારના મૂડી ખર્ચમાં વધારો કરવાના પ્રયાસો વચ્ચે બોલાવવામાં આવી છે.
Union Finance Minister Smt. @nsitharaman will interact with all Chief Ministers and State Finance Ministers; and Lt. Governors of UTs tomorrow, 15th November 2021, at 03.00 PM through virtual conference. #Growth #Investments #TeamIndia
(1/3) pic.twitter.com/7e0wU2KIS8— Ministry of Finance (@FinMinIndia) November 14, 2021
અગાઉ, કેન્દ્રીય નાણાં સચિવ ટીવી સોમનાથને ગયા અઠવાડિયે કહ્યું હતું કે ચર્ચાનું કેન્દ્ર રાજ્ય સ્તરના એવા મુદ્દાઓ, તકો અને પડકારો હશે, જેના દ્વારા આપણે ઉચ્ચ રોકાણ અને વૃદ્ધિ હાંસલ કરી શકીએ. સેક્રેટરીએ કહ્યું હતું કે સરકાર મૂડી ખર્ચ કરી રહી છે અને ખાનગી ક્ષેત્ર તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ હજુ સુધી આ મોટાપાયે વાસ્તવિક રોકાણમાં રૂપાંતરીત થયો નથી. જો કે મૂડી ખર્ચ મોટાપાયે રોકાણની સંભાવના દર્શાવે છે.
છેલ્લા નાણાકીય વર્ષ 2020-21માં કોવિડ-19 મહામારીને કારણે ભારતીય અર્થવ્યવસ્થામાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 20.1 ટકાના દરે વૃદ્ધિ પામ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં દેશમાં 64 અરબ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) આવ્યું છે.