નીરવ મોદીની કરોડો રૂપિયાની બે મિલકતની થશે હરાજી, મુંબઈની ડેટ રિકવરી ટ્રિબ્યુનલે આપ્યો આદેશ

|

Sep 26, 2023 | 5:29 PM

મહારાષ્ટ્રના ખંડેલ ગામમાં સ્થિત મોદીના સોલાર પ્લાન્ટની ક્ષમતા 5.247wMW છે. પ્લાન્ટ અને મશીનરી સહિત સોલાર પ્લાન્ટની કિંમત 12.40 કરોડ રૂપિયા છે. બીજી તરફ નીરવ મોદીનો પેડર રોડ ફ્લેટ ગ્રોસવેનર બિલ્ડીંગના બીજા માળે છે. આ ફ્લેટ સાથે બે પાર્કિંગ લોટ પણ ઉપલબ્ધ છે.

નીરવ મોદીની કરોડો રૂપિયાની બે મિલકતની થશે હરાજી, મુંબઈની ડેટ રિકવરી ટ્રિબ્યુનલે આપ્યો આદેશ
Nirav Modi

Follow us on

જો તમે પણ નીરવ મોદીની (Nirav Modi) પ્રોપર્ટી અને એસેટ્સ ખરીદવા માંગો છો તો તૈયાર થઈ જાઓ. પંજાબ નેશનલ બેંક ભાગેડુ નીરવ મોદીની બે પ્રોપર્ટીની હરાજી થવા જઈ રહી છે. હરાજી થનારી સંપત્તિઓમાંની એક સોલાર પ્લાન્ટ છે. જેની કિંમત 12 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે. બીજી તરફ દક્ષિણ મુંબઈમાં એક ફ્લેટ આવેલો છે. આ પોશ વિસ્તારમાં આવેલા ફ્લેટની કિંમત 11 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. વાસ્તવમાં, આ હરાજી પંજાબ નેશનલ બેંકના રૂ. 2348 કરોડના લેણાંના નાના ભાગને વસૂલવા માટે કરવામાં આવી રહી છે. જેનો આદેશ મુંબઈની ડેટ રિકવરી ટ્રિબ્યુનલ-1 દ્વારા કરવામાં આવ્યો છે.

કઈ મિલકતોની હરાજી થશે?

મહારાષ્ટ્રના ખંડેલ ગામમાં સ્થિત મોદીના સોલાર પ્લાન્ટની ક્ષમતા 5.247wMW છે. પ્લાન્ટ અને મશીનરી સહિત સોલાર પ્લાન્ટની કિંમત 12.40 કરોડ રૂપિયા છે. બીજી તરફ નીરવ મોદીનો પેડર રોડ ફ્લેટ ગ્રોસવેનર બિલ્ડીંગના બીજા માળે છે. આ ફ્લેટ સાથે બે પાર્કિંગ લોટ પણ ઉપલબ્ધ છે. ફ્લેટ અને બંને પાર્કિંગ લોટની પણ હરાજી કરવામાં આવશે. જેની કુલ કિંમત 11.70 કરોડ રૂપિયા છે. વધુમાં DRT-1 નીરવ ડી. મોદી અને તેમની જૂથ કંપની ફાયરસ્ટોન ટ્રેડિંગ પ્રાઈવેટ લિમિટેડની બે મોટી જમીન-પાર્સલની હરાજી કરવાની યોજના ધરાવે છે. બંને જમીનના પાર્સલ હાલમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પાસે ગીરવે છે. આ બે જમીનના બદલામાં બેંક દ્વારા નીરવ મોદીને લોન આપવામાં આવી હતી.

 આ પણ વાંચો: Online gaming : ઓનલાઇન ગેમિંગ પર સરકારની તવાઇ, મોકલશે 1 લાખ કરોડની ટેક્સ નોટિસ

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આ તારીખે હરાજી યોજાશે

DRT-1ની સૂચના અનુસાર તમામ લિસ્ટેડ સંપત્તિઓની ઓનલાઈન હરાજી 25 ઓક્ટોબરે બપોરે 2-4 વાગ્યાની વચ્ચે યોજાશે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના આરોપોના આધારે માર્ચ 2019માં નીરવ મોદીની પ્રત્યાર્પણ વોરંટ પર ધરપકડ કરવામાં આવી હતી. નીરવ મોદી અને મેહુલ ચોક્સી પર PNB સાથે 13 હજાર કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો આરોપ છે. જે બાદ તે લંડન ભાગી ગયો હતો.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article