Good news : મકાન ખરીદનારાઓ માટે આવ્યા સારા સમાચાર, હવે બિલ્ડર સંપૂર્ણ કામ વગર પઝેશનનું દબાણ નહીં કરી શકે

|

Nov 06, 2021 | 1:25 PM

ઘર ખરીદનારાઓને (Homebuyers) રાહત આપતા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. NCDRC એટલે કે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને કહ્યું કે જો ફ્લેટ સંપૂર્ણ રીતે તૈયાર ન હોય તો બિલ્ડર ઘર ખરીદનારાઓને કબજો લેવા દબાણ કરી શકે નહીં. જ્યાં સુધી ફ્લેટ માટે કમ્પ્લીશન સર્ટિફિકેટ (Completion Certificate) આપવામાં ન આવે ત્યાં સુધી બિલ્ડર પઝેશન માટે […]

Good news : મકાન ખરીદનારાઓ માટે આવ્યા સારા સમાચાર, હવે બિલ્ડર સંપૂર્ણ કામ વગર પઝેશનનું દબાણ નહીં કરી શકે
File photo

Follow us on

ઘર ખરીદનારાઓને (Homebuyers) રાહત આપતા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. NCDRC એટલે કે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને કહ્યું કે જો ફ્લેટ સંપૂર્ણ રીતે તૈયાર ન હોય તો બિલ્ડર ઘર ખરીદનારાઓને કબજો લેવા દબાણ કરી શકે નહીં. જ્યાં સુધી ફ્લેટ માટે કમ્પ્લીશન સર્ટિફિકેટ (Completion Certificate) આપવામાં ન આવે ત્યાં સુધી બિલ્ડર પઝેશન માટે દબાણ કરી શકે નહીં. આ નિર્ણયથી હજારો ઘર ખરીદનારા લોકોને ફાયદો થશે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, સી વિશ્વનાથ અને રામસુરત રામ મૌર્યની બેન્ચે બેંગલુરુ સ્થિત એક રિયલ એસ્ટેટ કંપનીને આ સંબંધમાં આદેશ જાહેર કર્યો છે. બેન્ચે ડેવલપરને ઘર ખરીદનારને વ્યાજ સહિત રૂ. 3.5 કરોડ પરત કરવા જણાવ્યું હતું. વાસ્તવમાં ઘર ખરીદનારએ વિલા ખરીદ્યો હતો. પરંતુ સ્થાનિક સત્તાધિકારી તરફથી પૂર્ણતા પ્રમાણપત્રના અભાવે તેણે કબજો લેવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં તેણે NCDRCને તેની ફરિયાદ કરી હતી.

2 વર્ષ મોડું બાંધકામ
તપાસમાં પેનલને જાણવા મળ્યું કે તે વિલાનું બાંધકામ બે વર્ષ મોડું ચાલી રહ્યું હતું. આમ છતાં બાંધકામ પૂર્ણ થઈ શક્યું નથી. જોકે, બિલ્ડર ઇચ્છતો હતો કે ઘર ખરીદનાર પેપર પર સહી કરે જેમાં લખેલું હોય કે મકાનનું બાંધકામ પૂર્ણ થઇ ગયું છે. બેયરે આમ કરવાની ના પાડી. બિલ્ડરે સ્પષ્ટ જણાવ્યું હતું કે, જ્યાં સુધી તે લેખિત કાગળો પર સહી નહીં કરે ત્યાં સુધી તેને પઝેશન નહીં મળે. આ વિવાદો પછી ઘર ખરીદનારએ NCDRCનો સંપર્ક કર્યો હતો.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

બેયરે સમગ્ર EMI સમયસર ચૂકવી દીધી છે
સુમન કુમાર ઝા અને પ્રતિભા ઝાએ વર્ષ 2013માં 3900 સ્ક્વેર ફૂટનો વિલા બુક કરાવ્યો હતો. આ વિલાનું નિર્માણ મંત્રી ટેક્નોલોજી કન્સલ્ટેશન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવનાર હતું. બિલ્ડરે વચન આપ્યું હતું કે તે 2015 સુધીમાં બાંધકામ પૂર્ણ કરશે અને પઝેશન પણ આપી દેશે. પરંતુ સમયસર આપી શક્યા ના હતા. વિલા ખરીદવાની યોજના મુજબ દંપતીએ સમગ્ર EMI ચૂકવી દીધી છે.

આ પણ વાંચો : Pakistan: આ દેશમાં આવા જ અળવીતરાઓ રહે છે કે શું? સ્કૂલના વોશરૂમમાં મળ્યા કેમેરા, મહિલાઓનું થતું હતું રેકોર્ડિંગ

આ પણ વાંચો : Pakistan : તાલિબાન-પાકિસ્તાનની સાંઠગાંઠનો પર્દાફાશ! ઈસ્લામાબાદમાં અફઘાન દૂતાવાસ ફરી ખોલવામાં આવ્યું

Next Article